10th Results/ આણંદની અંધ વિદ્યાર્થીના જીવનમાં શિક્ષણે ઉજાસ પ્રગટાવ્યો

આણંદની દસમા ધોરણની અંધ વિદ્યાર્થીનીના જીવનમાં શિક્ષણે ઉજાસ પ્રગટાવ્યો છે. આણંદની અપંગજન વિકાસમંડળમાં રહીને ભણતી સંપૂર્ણ અંધ વિદ્યાર્થીની પ્રતીક્ષા ચૌધરી દસમાં ધોરણમાં સારા માર્કસ સાથે પાસ થઈ છે.

Gujarat Others Breaking News

આણંદઃ આણંદની દસમા ધોરણની અંધ વિદ્યાર્થીનીના જીવનમાં શિક્ષણે ઉજાસ પ્રગટાવ્યો છે. આણંદની અપંગજન વિકાસમંડળમાં રહીને ભણતી સંપૂર્ણ અંધ વિદ્યાર્થીની પ્રતીક્ષા ચૌધરી દસમાં ધોરણમાં સારા માર્કસ સાથે પાસ થઈ છે.

વિધિની વક્રતા એ છે કે દેવગઢ માંડવી ગામની પ્રતીક્ષા ચૌધરીએ નાનપણમાં જ માતાપિતાને ગુમાવી દીધા હતા. તેના પછી તેની જવાબદારી કુટુંબના લોકોએ ઉપાડી હતી. આ ઉપરાંત પાંચ વર્ષની ઉંમરમા તેને મગજમાં ટ્યુમર થવાના લીધે તેણે બંને આંખ ગુમાવી દીધી હતી. આમ તે આણંદના અંધ અપંગજન વિકાસ મંડળ ખાતે ભણવા માટે આવી હતી.

આ પ્રકારની સ્થિતિ હોવા છતાં પણ તેણે દસમા ધોરણની પરીક્ષા આપી હતી અને તે 56 ટકા સાથે પાસ થી હતી. તે સંપૂર્ણપણે અંધ હોવા છતાં પોતાનું દૈનિક કાર્ય અને અભ્યાસ કરીને આગળ આવી લોકો માટે ઉત્તમ ઉદાહરણ બની છે.

પ્રજ્ઞાબેન પટેલ જણાવે છે કે પ્રતીક્ષા યુસેનભાઈ ચૌધરી સુરતના નાનકડા ગામમાંથી આવે છે. તેનું કમનસીબ એવું છે કે તેણે નાનપણમાં માબાપ ગુમાવ્યા હતા. પાંચ વર્ષની મરે બ્રેઇન ટ્યુમર થવાથી બંને આંખો ગુમાવી દીધી હતી. તે સમયથી તે સંપૂર્ણ અંધ છે. આમ છતાં પ્રતીક્ષા પોતાનું દૈનિક કાર્ય ખૂબ જ સરળતાથી જાતે કરી લે છે. આણંદની મોગરી સ્થિત અંધ અપંગજન વિકાસ મંડળ ખાતે તે અભ્યાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ ગુજરાતમાં રાજકોટ જિલ્લાનું 85 ટકા પરિણામ

આ પણ વાંચોઃ ગુજરાતમાં ભાવનગર જિલ્લાનું 84.61 ટકા પરિણામ

આ પણ વાંચોઃ જામનગરમાં ધો.10નું 82.32 ટકા પરિણામ