MP/ ચૂંટણી વિશ્લેષણ /વિજયનાં ફટાકડા કોણ ફોડશે ? કોંગ્રેસ કે ભાજપ ?

મધ્યપ્રદેશની પેટા ચૂંટણી પછી વિજયના ફટાકડા કોણ ફોડશે ? કોંગ્રેસ કે ભાજપ ? વિશ્લેષકોની દ્રષ્ટીએ પ્રશ્ન જેટલો જટીલ છે તેટલો જ સામાન્ય લોકની દ્વષ્ટીએ રોચક છે.  મધ્યપ્રદેશની પેટા ચૂંટણીનાં ર૮ બેઠકોના પરિણામ સત્તાના સમીકરણો બદલી શકે છે. મધ્યપ્રદેશમાં ત્રીજી નવેમ્બરે યોજાનારી ર૮ બેઠકની પેટાચૂંટણી ભજપ અને કોંગ્રેસ બન્ને માટે પ્રતિષ્ઠાનો જંગ છે, જો કે આ […]

Top Stories India
kamalnath and shivraj ચૂંટણી વિશ્લેષણ /વિજયનાં ફટાકડા કોણ ફોડશે ? કોંગ્રેસ કે ભાજપ ?

મધ્યપ્રદેશની પેટા ચૂંટણી પછી વિજયના ફટાકડા કોણ ફોડશે ? કોંગ્રેસ કે ભાજપ ? વિશ્લેષકોની દ્રષ્ટીએ પ્રશ્ન જેટલો જટીલ છે તેટલો જ સામાન્ય લોકની દ્વષ્ટીએ રોચક છે.

 મધ્યપ્રદેશની પેટા ચૂંટણીનાં ર૮ બેઠકોના પરિણામ સત્તાના સમીકરણો બદલી શકે છે. મધ્યપ્રદેશમાં ત્રીજી નવેમ્બરે યોજાનારી ર૮ બેઠકની પેટાચૂંટણી ભજપ અને કોંગ્રેસ બન્ને માટે પ્રતિષ્ઠાનો જંગ છે, જો કે આ પેટાચૂંટણી અને તે પહેલા સત્તા પલ્ટાનું મૂળ કારણ પક્ષપલ્ટો જ છે. મધ્યપ્રદેશની પેટા ચૂંટણીમાં ર૮ બેઠકોમાંથી રપ બેઠકો પક્ષ પલ્ટાવાળી છે, તો ત્રણ બેઠકો પર જે તે ઉમેદવારોનું અવસાન થતાં ખાલી પડી છે.

himmat thhakar 1 ચૂંટણી વિશ્લેષણ /વિજયનાં ફટાકડા કોણ ફોડશે ? કોંગ્રેસ કે ભાજપ ?

મધ્યપ્રદેશમાં ર૦૧૮માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ર૩૦ સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસે ૧૧૮ બેઠકો મેળવી ૧પ વષનાં ગાળા બાદ સત્તા કબ્જે કરી હતી અને પીઢ નેતા કમલનાથ રાજયના મુખ્યમંત્રી બન્યા હતા. જયારે ભાજપે ૧૦૯ બસપાએ ર અને સપાએ ૧ બેઠક મેળવી હતી.

કોરોના કાળ શરૂ થતા પહેલા મધ્યપ્રદેશના રાજકારણને પક્ષપલ્ટાનું ગ્રહણ લાગ્યું અને મધ્યપ્રદેશના વગદાર નેતા ગણાતા જયોતિરાદિત્ય સિંધિયા કે જેઓ લોકસભાની ર૦૧૯ની ચૂંટણીમાં પરાજિત થયા હતા, તેમણે પક્ષપલ્ટો કર્યો. રર ધારાસભ્યો તેમની સાથે હતા. તેમણે રાજીનામા આપ્યા. કમલનાથ સરકારની વિદાય થઈ અને શીવરાજસિંહ ચાૈહાણની આગેવાની હેઠળની ભાજપની સરકાર રચાઈ. સિંધિયાના રપ ટેકેદાર ધારાસભ્યોએ ફરીથી લોકચૂકાદો મેળવવાના ઈરાદા સાથે રપ બેઠકો ખાલી કરી. કોંગ્રેસના ૧ અને ભાજપના બે ધારાસભ્યોના અકાળ અવસાનથી કુલ ત્રણ બેઠકો ખાલી પડી હતી.

અત્યારે ર૦ર સભ્યોની વિધાનસભામાં ભાજપના ૧૦૭ અને કોંગ્રેસના ૮૭ સભ્યો છે. ટૂંકમાં બન્ને પક્ષોએ બેઠકો જીતવી પડે તેમ છે. હાલની સ્થિતિ પ્રમાણે ભાજપે પોતાની સત્તા ટકાવી રાખવા ઓછામાં ઓછી ૯ બેઠકો જીતે, તો જ તેની બહુમતિ જળવાય. જયારે કોંગ્રેસે તો તમામ ર૮ બેઠકો જીતે તો જ સત્તા પાછી મળે તેમ છે.

જયોતિરાદિત્યના તમામ રર ધારાસભ્યો ભાજપની ટીકીટ પર લડે છે, તેમાં ૧૪ તો પ્રધાનો બની ચૂકયા છે. ટૂંકમાં પ્રધાનપદાનું લેબલ લગાવી મેદાનમાં ઉતર્યા છે. વિકાસના નામે તેઓ મત માંગે છે. ભાજના ટોચના નેતાઓ મેદાનમાં ઉતર્યા છે. કોંગ્રેસ વતી કમલનાથ અને દિગ્વીજયસિંહના હાથમાં પ્રચારની કમાન છે. બન્ને પક્ષો દ્વારા ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવાઈ રહયું છે.

કુલ પાંચ વિભાગોમાં વહેંચાયેલી મધ્યપ્રદેશ વિધાનસભાની ર૮ બેઠકો પર અમૂક વિસ્તારમાં કોંગ્રેસનું તો અમૂક વિસ્તારોમાં ભાજપનું પ્રભુત્વ છે. છેલ્લે જે વિગતો મળે છે તે પ્રમાણે ર૮ પૈકી ૧૪ બેઠકો એવી છે કે જેમાં ભાજપ કે કોંગ્રેસ જીતી શકે છે, બાકીની ૧૮ બેઠકો પર રસાકસી છે. બસપા અને સપા અમુક બેઠકો પર કોંગ્રેસને નડે છે, તો ભાજપને ર૮ પૈકી ર૪ બેઠકો પર ભાજપના ગત વખતે હારેલા નેતાઓ નડે છે. આ નેતાઓ અને તેમના નિષ્ઠાવાન સમર્થકો ન સમજે તો ભાજપને મુશ્કેલી પડે તેમ છે.

કોંગ્રેસમાં પણ ૧ર કરતાં વધુ બેઠકો પર ઉમેદવારની પસંદગીમાં કાચુ કપાયું છે. તેની અસર પરિણામ પર પડે છે. કમલનાથે પ્રચારમાં વાપરેલા આઈટમ શબ્દના કારણે તેમનું નામ ચૂંટણી પંચે સ્ટાર પ્રચારકોની યાદીમાંથી રદ કર્યુ છે તો આ શબ્દની ઓછામાં ઓછી પાંચ બેઠકો નબળી બની છે. કોંગ્રેસે ભાજપના ઉમેદવારોને પક્ષ્ાપલ્ટું તરીકે ચીતરવાનું વાપરેલું હથિયાર ર૦ બેઠકો પર કારગત પુરવાર થઈ રહયું છે તેવું વિશ્લેષણ કહે છે. જો કે ભાજપના નેતાઓ પોતાની સ્ટાઈલથી આ છાપ ભૂંસવા પ્રયાસ કરે છે.

અત્યારે સંજોગો એવા છે કે ઓછામાં ઓછી ૧૩ બેઠકો પર કોંગ્રેસ અને ૧૦ બેઠકો પર ભાજપ મજબૂત છે. બાકીની પાંચ બેઠકો પર ખેંચતાણ છે. કોંગ્રેસે પક્ષાંતર સત્તાના દુરુપયોગ અને ચૂંટણી પંચના કહેવાતા પક્ષપાતી નર્ણયિને મુખ્ય હથિયાર બનાવ્યું છે. આ ઉપરાંત મોંઘવારી સહિતના મુદાઓ તો છે જ. ભાજપે કમલનાથ સરકારની ૧૮ માસની નિષ્ફળતા અને કેન્દ્ર સરકારની સકારાત્મક કામગીરીને વધુ મહત્વ આપ્યું છે. પ્રચાર પૂર્ણતાને આરે છે ત્યારે લોકો પોતાનો ચૂકાદો આપીને શીવરાજ સરકારનું ભાવિ નકકી કરશે. જો કે પરિણામ દસમી નવેમ્બરે છે, ત્યારે ત્યાં વિજયના ફટાકડા કોણ ફોડશે તે અંગે તો ૧૦મી સુધી રાહ જ જોવી પડશે….