Not Set/ ચૂંટણી પંચનો ટ્વીટરને આદેશ, Exit Pollથી જોડાયેલા ટ્વીટ તાત્કાલિક હટાવે

ચૂંટણી પંચે ટ્વીટરથી 2019 ની લોકસભાની ચૂંટણીથી સંબંધિત તમામ એક્ઝિટ પોલ્સને તાત્કાલિક દૂર કરવા આદેશ આપ્યો છે. ECનાં આદેશ બાદ, હવે દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાંથી એક્ઝિટ પોલ્સને દૂર કરવામાં આવશે. વાસ્તવમાં ચૂંટણી પંચને ફરિયાદ મળી હતી, જેના પછી ચૂંટણી પંચે આ નિર્ણય લીધો હતો. ચૂંટણી દરમિયાન, કોઈપણ પ્રકારનાં એક્ઝિટ પોલ્સ, જે ચૂંટણીને અસર કરી શકે […]

Top Stories India
1b04217a4c73aa0eb0db5a1d10855dfe ચૂંટણી પંચનો ટ્વીટરને આદેશ, Exit Pollથી જોડાયેલા ટ્વીટ તાત્કાલિક હટાવે

ચૂંટણી પંચે ટ્વીટરથી 2019 ની લોકસભાની ચૂંટણીથી સંબંધિત તમામ એક્ઝિટ પોલ્સને તાત્કાલિક દૂર કરવા આદેશ આપ્યો છે. ECનાં આદેશ બાદ, હવે દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાંથી એક્ઝિટ પોલ્સને દૂર કરવામાં આવશે. વાસ્તવમાં ચૂંટણી પંચને ફરિયાદ મળી હતી, જેના પછી ચૂંટણી પંચે આ નિર્ણય લીધો હતો. ચૂંટણી દરમિયાન, કોઈપણ પ્રકારનાં એક્ઝિટ પોલ્સ, જે ચૂંટણીને અસર કરી શકે છે, અથવા જેમાં કોઈપણ પક્ષની હાર અથવા જીતનાં આંકડા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.

0521 twitter 730 2 ચૂંટણી પંચનો ટ્વીટરને આદેશ, Exit Pollથી જોડાયેલા ટ્વીટ તાત્કાલિક હટાવે

લોકસભાની ચૂંટણી આવતા જ સોશિયલ મીડિયામાં દરેક રાજનીતિક પાર્ટીઓએ જીત અને હારને લઇને એક્ઝિટ પોલ શરૂ કરી દીધા હતા. સોશિયલ મીડિયામાં ચૂંટણી શરૂ થવાની સાથે લોકો પોતાની પાર્ટી માટે અલગ-અલગ પ્લેટફોર્મ પર વોટ કરી રહ્યા છે. આવા જ પોલ ટીવટર પર પણ કરવામા આવી રહ્યા છે. સતત આ પ્રકારની ફરીયાદ સામે આવતા ચૂંટણી પંચે ટ્વીટરને આદેશ આપ્યો છે કે તે પોતાના પ્લેટફોર્મ પરથી Exit Pollને તાત્કાલિક હટાવી દે.

twitter ftr ચૂંટણી પંચનો ટ્વીટરને આદેશ, Exit Pollથી જોડાયેલા ટ્વીટ તાત્કાલિક હટાવે

શું છે Exit Poll?

Exit Poll જાહેર કરવા એક ચોક્કસ દિશા નિર્દેશ હોય છે. આપને જણાવી દઇએ કે, મતદાનનાં તમામ તબક્કાઓ પૂરા થયા બાદ Exit Pollને બહાર પાડવામાં આવે છે. જ્યારે મતદાનનાં દિવસે મતદાન કરીને વોટર બહાર આવે છે, ત્યારે તેમને પૂછવામાં આવે છે કે કોને મત આપ્યો છે. આ આધારે હાથ ધરવામાં આવેલા સર્વેમાં મોટા પ્રમાણમાં પરીણામ નિકાળી શકાય છે. જેને એક્ઝિટ પોલ કહેવામાં આવે છે. સામાન્ય રીતે ટીવી ચેનલો મતદાનનાં છેલ્લા દિવસે જ Exit Poll બતાવે છે.