Election/ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકારણમાં ગરમાવો, આજે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ

આ સ્થિતિમાં જ્યાં એક તરફ ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે, ત્યારે બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ સહિતની પાર્ટીઓ દ્વારા કાર્યકરોમાં નારાજગી ટાળવા માટે છેલ્લી ઘડીએ મેન્ડેટ આપવાનું નક્કી કર્યું હોવાથી શનિવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે ધસારો જોવા મળશે.

Gujarat Others
a 136 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકારણમાં ગરમાવો, આજે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ

રાજ્યમાં યોજાનારી તાલુકા – જીલ્લા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓને લઈને ગુજરાતના રાજકારણમાં ચહલપહલ જોવા મળી રહી છે, બીજી તરફ તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોને લઈ કાર્યકરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે, ત્યારે હવે રાજ્યની તમામ જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની કુલ 8,433 બેઠકો માટેની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ છે.

આ સ્થિતિમાં જ્યાં એક તરફ ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે, ત્યારે બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ સહિતની પાર્ટીઓ દ્વારા કાર્યકરોમાં નારાજગી ટાળવા માટે છેલ્લી ઘડીએ મેન્ડેટ આપવાનું નક્કી કર્યું હોવાથી શનિવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે ધસારો જોવા મળશે.

આ ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ આગામી 15મી ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રની ચકાસણી કરવામાં આવશે અને 16મીં ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રક પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. આ સાથે જ તમામ તાલુકા – જીલ્લા પંચાયત, અને નગરપાલિકાઓમાં ઉમેદવારોનું સ્પષ્ટ ચિત્ર જાહેર કરવામાં આવશે.

આપને જણાવી દઈએ કે, ભાજપ દ્વારા મહેસાણામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને પાલિકા ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં અગાઉ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડનારા સંજય બ્રહ્મભટ્ટ ઉર્ફે બંકાને ભાજપે ટિકિટ આપી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ