Gujarat election 2022/ ગુજરાત કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાણે રાહુલના વચન

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઈને કોંગ્રેસે જાહેર કરેલો ચૂંટણી ઢંઢેરો ઢંઢેરો કમ પણ રાહુલ ગાંધીના વચન વધારે લાગે છે. થોડા સમય પહેલા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવીને જે વાત કહી ગયા હતા તે જ વાત કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં મૂકી છે.

Top Stories Gujarat
Gujarat election 2022 Congress ગુજરાત કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાણે રાહુલના વચન

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઈને કોંગ્રેસે જાહેર કરેલો ચૂંટણી ઢંઢેરો ઢંઢેરો કમ પણ રાહુલ ગાંધીના વચન વધારે લાગે છે. થોડા સમય પહેલા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવીને જે વાત કહી ગયા હતા તે જ વાત કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં મૂકી છે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં રાહુલ ગાંધીના 8 વચન કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે. ખેડૂતોનું દેવું માફ, 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, 300 યુનિટ વીજળી ફ્રી,જૂની પેંશન યોજના, કોન્ટ્રાકટ પ્રથા નાબૂદી સહિતના તમામ વાયદાઓને તેમાં આવરી લેવામાં આવ્યા છે.

  • દરેક ગુજરાતીને 10 લાખ સુધીની મફત સારવાર, મફત દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે
  • ખેડૂતોની 3 લાખ સુધીની લોન માફી, વીજળીનું બિલ માફ, સામાન્ય વીજ ગ્રાહકોને 300 યુનિટ સુધી મફત વીજળી.
  • ગુજરાતમાં 10 લાખ સરકારી નોકરીઓમાં યુવાનોની ભરતી થશે.
  • મહિલાઓ માટે 50 ટકા નોકરીઓ અનામત રહેશે.
  • સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ-આઉટસોર્સિંગ સિસ્ટમ સમાપ્ત થશે.
  • બેરોજગાર યુવાનોને પ્રતિ માસ રૂ. 3000 બેરોજગારી ભથ્થું અપાશે.
  • દૂધ ઉત્પાદકોને પ્રતિ લિટર 5 રૂપિયાની સબસિડી, 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર અપાશે.
  • ગુજરાતમાં 3000 સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ ખુલશે,જેમાં KG થી PG સુધીની છોકરીઓને મફત શિક્ષણ આપવામાં આવશે.
  • 4 લાખનું કોવિડ વળતર આપવામાં આવશે.
  • છેલ્લા 27 વર્ષમાં જે ભ્રષ્ટાચાર થયો છે તેની તપાસ થશે, ભ્રષ્ટાચાર વિરોધી કાયદો લવાશે અને દોષિતોને જેલમાં ધકેલી દેવામાં આવશે.
  • ગુજરાતમાં જૂની પેન્શન યોજના અમલી.
  • મનરેગા યોજના જેવી શહેરી રોજગાર ગેરંટી યોજના
  • કુપોષણને રોકવા અને ગરીબોને પૌષ્ટિક આહાર આપવા માટે ઈન્દિરા યોજના