“જજમેન્ટ-ડે”નાં આજેમનાં દિવસે દેશ અને દુનિયાની નજર સ્વીટ 16 ક્રોસ કરી પરીપક્વતાનાં ઉંબરે ઉભેલી વિશ્વની સૌથી મોટી લોકશાહીનાં પરિણામો પર મંડરાયેલી રહશે ત્યારે દેશભરનાં 36 રાજ્યોની 543 બેઠકો માટેની મતગણતરીનું કાઉન્ટ ડાઉન્ડ શરૂ થઇ ગયું છે. દેશભારમાં તંત્ર દ્રારા મતગણતરી શાંતીથી અને સફળતા પૂર્ણ રીતે પરીપૂર્ણ થાય તે માટે કમર કસી છે. EC દ્રારા આ મામલે અનેક આગવા પગલા લેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્રારા સંવેદનશીલ ગણાતા તમામ રાજ્યોમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતની વાત કરવામાં આવે તો 28 જેટલા મતગણના કેન્દ્ર પર ગણતરીની કલાકોમાં જ ગણના શરૂ થઇ જશે. સવારે 0800 કલાકથી શરૂ થવા જઇ રહેલ ગણનાં માટે તંત્રએ પૂર્વ અભ્યાસ, સુરક્ષા અને ફરિયાદ નીવારણ કેન્દ્રો જેવી તમામ બાબતો ધ્યાનમાં લીધી છે. ત્યારે ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં ભાજપ 26માંથી 26 બેઠકો મેળવી પાછલી લોકસભાની સ્થિતિ જાળવી રાખશે કે પછી કોંગ્રેસ ભાજપનાં ગઢમાં ગાબડા પાડી ગુજરાતમાં લાકોસભાનું ખાતુ ખોલાવશે તે પણ ઉત્તેજનાનો વિશય બની રહેશે.
