Not Set/ ભારે વરસાદના કારણે નદીના તેજ પ્રવાહમાં ફસાયો હાથી , રેસ્ક્યુ કરી બચાવી લેવાયો

આ વીડિયો ઉત્તરાખંડના હલ્દવાની જિલ્લાનો છે. ભારે વરસાદને કારણે નદીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. હાથી નદીની મધ્યમાં આવેલા એક નાના ટાપુ પર નદીના પ્રવાહમાં અટવાઈ ગયો હતો.

India
elephant trapped in river ભારે વરસાદના કારણે નદીના તેજ પ્રવાહમાં ફસાયો હાથી , રેસ્ક્યુ કરી બચાવી લેવાયો

ઉત્તરાખંડમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે હાહાકાર મચી ગયો છે. રસ્તાઓ પાણી અને કાટમાળથી છલકાઈ ગયા છે, પુલો તૂટી પડ્યા છે અને નદીઓમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. બચાવ ટીમો ફસાયેલા લોકોને બચાવવા માટે કામે લાગી છે. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક હાથી નદીમાં ફસાયેલો જોવા મળી રહ્યો છે. જેને સખત મહેનત બાદ બચાવી લેવાયો હતો.

હકીકતમાં, આ વીડિયો ઉત્તરાખંડના હલ્દવાની જિલ્લાનો છે. ભારે વરસાદને કારણે નદીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. હાથી નદીની મધ્યમાં આવેલા એક નાના ટાપુ પર નદીના પ્રવાહમાં અટવાઈ ગયો હતો. ઘણા પ્રયત્નો પછી પણ હાથી બહાર આવી શક્યો ન હતો. હાથી નદીમાં ફસાઈ ગયો હોવાની માહિતી મળ્યા બાદ બચાવ ટીમ સ્થળ પર પહોંચી અને મહેનત બાદ હાથીને બચાવી લેવામાં આવ્યો હતો.

 

નોંધનીય છે કે, હવામાન વિભાગે મંગળવારે પણ ઉત્તરાખંડમાં ભારે વરસાદની ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. બુધવારથી હવામાનમાં થોડો સુધારો થવાની ધારણા છે. વરસાદને ધ્યાનમાં રાખીને, સરકારે બુધવાર સુધી લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપતા એક એડવાઈઝરી જારી કરી છે. આ સાથે, ચારધામ યાત્રા પર આવેલા ભક્તોને પણ તેમના હાલના સ્થળે રહેવા માટે કહેવામાં આવ્યું છે.