ચકલી ઉડી/ ટ્વિટરના નવા માલિક એલન મસ્ક

ટ્વિટરે એલન મસ્કને 44 બિલિયન ડૉલર એટલેકે ભારતીય રૂપિયામાં લગભગ સવા ત્રણ લાખ કરોડથી વધારે રૂપિયાના આ કરાર માટે લીલીઝંડી બતાવી છે.

Top Stories Business
એલન મસ્ક

અમેરિકન અબજપતિ અને ટેસ્લા કંપનીના માલિક એલન મસ્ક એ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર ખરીદી લીધું છે.  એલોન મસ્ક ની આપેલી ઓફર પર ટ્વિટર બોર્ડે પુનર્વિચાર કરી આખરે આ ડીલ ફાઇનલ કરી છે. મળેલી માહિતી મુજબ ટ્વિટર કોઈ પણ સમયે 44 બિલિયન ડૉલર એટલેકે ભારતીય રૂપિયામાં લગભગ સવા ત્રણ લાખ કરોડથી વધારે રૂપિયાના આ કરારને લીલીઝંડી બતાવી છે. અગાઉ એવુ પણ લાગતું હતું કે આ શક્ય છે કે કરાર અંતિમ મિનિટમાં તુટી જાય. ઉલ્લેખનીય છે કે એલન મસ્ક પહેલા પણ કહી ચૂક્યા હતા કે, તેમણે ટ્વિટરને ખરીદવા માટે 46.5 અબજ ડૉલર ફન્ડિંગની વ્યવસ્થા કરી લીધી છે ત્યારે આખરે આ ડીલ પાર પાડવામાં આવી છે. આ સમાચાર વચ્ચે પ્રીમાર્કેટ ટ્રેડિંગમાં ટ્વિટરના શેર 5.3% વધ્યા છે.

છેલ્લા ઘણા દિવસથી આ ડીલ માટે વાતચીત ચાલી રહી હતી આખરે સોમવારે આ ડીલ ફાઇનલ કરવામાં આવી છે અને હવે ટ્વિટર તેની માલિકી ઇલોન મસ્કને આપવા માટે તૈયાર છે. એલોન મસ્કે ટ્વિટર ખરીદવા માટે 44  બિલિયન ડોલરની ઓફર કરી હતી. આ અંગે ઘણો વિવાદ થયો હતો. પરંતુ, ટ્વિટર મસ્ક સાથે આ ડીલ કરવાની તૈયારી કરી રહ્યું છે. આનો અર્થ એ નથી કે ટ્વિટર મસ્કની પ્રતિ શેર $54.20ની ઓફર સ્વીકારી છે.  રિપોર્ટમાં જણાવાયું છે. આ માટે કંપની મસ્ક સાથે વાટાઘાટો કર્યા પછી વધુ સારી ઑફર્સની શોધ કરશે.

નોંધનીય છે કે તાજેતરમાં ટ્વિટર બોર્ડે મસ્ક વતી કંપનીના ટેકઓવરને રોકવા માટે પોઇઝન પીલ સ્ટ્રેટેજી અપનાવી હતી. જો કે, આ સોદા માટે વાટાઘાટો કરવા માટે બોર્ડના સભ્યોની ઈચ્છા દર્શાવે છે કે મસ્કને આ પોઈઝન પિલનો ડંખ મળ્યો છે. મસ્ક હાલમાં 9.2% શેર ધરાવે છે. એવા પણ સમાચાર છે કે શુક્રવારના રોજ મસ્કે કંપનીના કેટલાય શેરધારકો સાથે ખાનગી બેઠક યોજી ત્યારથી ટ્વિટરનું વલણ બદલાઈ ગયું છે. એલોન મસ્કે 14 એપ્રિલે ટ્વિટર ખરીદવાની ઓફર કરી હતી, પરંતુ તેણે એ નથી કહ્યું કે તે એક્વિઝિશન માટે કેવી રીતે ફાઇનાન્સ કરશે.

આ પણ વાંચો :  EUના વડાએ કહ્યું ‘ આવનાર સમય ભારતનો છે’

ગુજરાતનું ગૌરવ