Emergency Landing/ દિલ્હીથી વડોદરા જઇ રહેલા ઇન્ડિગો વિમાનની જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ

દિલ્હીથી વડોદરા જઈ રહેલા ઈન્ડિગો એરક્રાફ્ટ 6 E-859નું જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. એન્જિનમાં ટેકનિકલી ખામી સર્જાતા ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

Top Stories India
3 40 દિલ્હીથી વડોદરા જઇ રહેલા ઇન્ડિગો વિમાનની જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ

દિલ્હીથી વડોદરા જઈ રહેલા ઈન્ડિગો એરક્રાફ્ટ 6 E-859નું જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. એન્જિનમાં ટેકનિકલી ખામી સર્જાતા ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. હાલમાં, વિમાનની તપાસ કરવામાં આવી રહી છે.

ઇન્ડિગો વિમાનનું એન્જિન વાઇબ્રેટ થવાનું કારણ શું છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. એરલાઈને એ પણ માહિતી આપી નથી કે વિમાનમાં કેટલા મુસાફરો હતા. માત્ર એટલું જ કહેવામાં આવ્યું છે કે કોઈ ટેકનિકલ ખામીના કારણે દિલ્હીથી વડોદરા જઈ રહેલા વિમાને જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું.

જો કે, આ સમયે સ્પાઇસજેટ એરક્રાફ્ટ સૌથી વધુ ચર્ચામાં રહે છે. થોડા દિવસોમાં જ એવા અનેક મામલા સામે આવ્યા છે જેના કારણે એરલાઈન્સની ઈમેજ ખરડાઈ છે. ચાલતું પ્લેન પક્ષીને અથડાતું હોય કે એન્જીન ફેલ થવાનું હોય, અનેક પ્રસંગોએ સ્પાઈસજેટ વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ જોવા મળ્યું છે.