Not Set/ રાજસ્થાન રાજનીતિમાં નવા શાહી પરિવારની એન્ટ્રી, આ રાણી લડી શકે છે ચૂંટણી

આ વર્ષના અંતમાં થનારી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં એક નવા શાહી પરિવારની રાજનીતિમાં એન્ટ્રી થવાની છે. જેસલમેર રાજપરિવારની વંશજ અને મહારાવલ બૃજરાજ સિંહની પત્ની રાજેશ્વરી રાજ્ય લક્ષ્મી ચૂંટણી મેદાનમાં ઉતારવાની તૈયારીમાં છે. વિસ્તારમાં એમની લોકપ્રિયતાને જોતા કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીઓમાં હલચલ તેજ થઇ ગઈ છે. જોકે હાલ સુધી એમણે કોઈપણ પાર્ટી પ્રત્યે નિષ્ઠા દર્શાવી નથી. […]

Top Stories India
jaisalmer H H MAHARAJA AND H H MAHARANI OF JAISALMER 1 રાજસ્થાન રાજનીતિમાં નવા શાહી પરિવારની એન્ટ્રી, આ રાણી લડી શકે છે ચૂંટણી

આ વર્ષના અંતમાં થનારી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં એક નવા શાહી પરિવારની રાજનીતિમાં એન્ટ્રી થવાની છે. જેસલમેર રાજપરિવારની વંશજ અને મહારાવલ બૃજરાજ સિંહની પત્ની રાજેશ્વરી રાજ્ય લક્ષ્મી ચૂંટણી મેદાનમાં ઉતારવાની તૈયારીમાં છે. વિસ્તારમાં એમની લોકપ્રિયતાને જોતા કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીઓમાં હલચલ તેજ થઇ ગઈ છે. જોકે હાલ સુધી એમણે કોઈપણ પાર્ટી પ્રત્યે નિષ્ઠા દર્શાવી નથી. ચૂંટણી નજીક આવતાની સાથે જ બીજા કેટલાક શાહી પરિવાર પણ ચૂંટણી અખાડામાં કુદવાની તૈયારીમા છે.

d9c3b1ac4f387e29a20fd3a7f29be11d 1534583288 b e1535441064234 રાજસ્થાન રાજનીતિમાં નવા શાહી પરિવારની એન્ટ્રી, આ રાણી લડી શકે છે ચૂંટણી

રાજનીતિક વિશ્લેષક રાજેન્દ્ર સિંહ ખંગ્રોટનું કહેવાનું છે કે બંને પાર્ટીઓમાં એમના માટે દરવાજા ખુલ્લા છે. વિસ્તારમાં તેઓ લોકપ્રિય ચહેરો છે. છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન એમણે ઝડપથી જનસંપર્ક અભિયાન ચલાવ્યું છે. તેઓ સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેતા નજરે ચડે છે.

આ વચ્ચે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ કઈ બોલવા તૈયાર નથી. રાજ્ય લક્ષ્મી કોંગ્રેસમાંથી ચૂંટણી લડે છે, તો પાર્ટીના રૂપારામ ધાંડે, સુનિતા ભાટી, જનક સિંહ ભાટી અને સવાઈ સિંહ પિઠલા જેવા મજબૂત કેન્ડિડેટ રેસમાંથી બહાર થઇ જશે. ભાજપના એક નેતાએ કહ્યું કે જો તેણી ટિકિટ પર લડે છે, તો ડો. જીતેન્દ્ર સિંહ, વિક્રમ સિંહ નાચના, રેણુકા ભાટી અને જાલમ સિંહ જેવા દાવેદારોને બેસી જવું પડશે.

thumb800 jaisalmer HH Maharani Raseshwar saheb ji with Crown Prince Chaitnya Raj Singh 1 e1535441183540 રાજસ્થાન રાજનીતિમાં નવા શાહી પરિવારની એન્ટ્રી, આ રાણી લડી શકે છે ચૂંટણી

એક કોંગ્રેસી નેતાએ જણાવ્યું કે રાજેશ્વરી રાજ્ય લક્ષ્મી પાસે ચૂંટણી જીતવાની સારી તક છે. જનતા વચ્ચે એમની છબી એક સામાન્ય નાગરિકની છે. એમની પાસે રાજપૂત સમુદાય, મેઘવાલ સમુદાય તેમજ અન્ય જાતિઓનું પણ સમર્થન છે.