Delhi/ દિલ્હીના VVIP વિસ્તારમાં ફાયરિંગ, પોલીસે લોરેન્સ બિશ્નોઈના બે શૂટરો ઝડપાયા

દિલ્હીના વસંતકુંજ પાસે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલનું લોરેન્સ ગેંગના શૂટર્સ સાથે એન્કાઉન્ટર થયું હતું.

Uncategorized
WhatsApp Image 2023 12 09 at 11.20.37 AM દિલ્હીના VVIP વિસ્તારમાં ફાયરિંગ, પોલીસે લોરેન્સ બિશ્નોઈના બે શૂટરો ઝડપાયા

દિલ્હીના વસંતકુંજ પાસે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલનું લોરેન્સ ગેંગના શૂટર્સ સાથે એન્કાઉન્ટર થયું હતું. આ દરમિયાન બંને તરફથી ભારે ગોળીબાર થયો હતો. એન્કાઉન્ટરમાં લોરેન્સ ગેંગના બે શૂટરો ઝડપાયા છે અને તેમાંથી એક સગીર છે. આ શૂટરો વિરુદ્ધ ઘણા જૂના કેસ નોંધાયેલા છે.

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે શુક્રવારે જ ગોલ્ડી બરાડ અને લોરેન્સ બિશ્નોઈ ગેંગના બે શૂટરોની ધરપકડ કરી હતી. આ એ જ શૂટર્સ છે જેઓ 3 ડિસેમ્બર 2023ના રોજ પંજાબના પૂર્વ ધારાસભ્યના પંજાબી બાગના ઘરે ફાયરિંગની ઘટનામાં સામેલ હતા. બંને શૂટર્સના નામ આકાશ અને અખિલ છે જેઓ હરિયાણાના સોનીપત અને ચરખી દાદરીના રહેવાસી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પંજાબના પૂર્વ ધારાસભ્ય દીપ મલ્હોત્રાના ઘરે ગોળીબારમાં બંને શૂટર્સ સામેલ હતા અને આ કામ ગોલ્ડી બરાડના કહેવા પર કરવામાં આવ્યું હતું. ગોલ્ડીએ પૂર્વ ધારાસભ્યને ધમકીભરી વૉઇસ નોટ્સ મોકલી હતી અને બાદમાં વસૂલી માટે પણ ફોન કર્યો હતો. એટલું જ નહીં, તાજેતરમાં જ ગોલ્ડીની સૂચના પર તેના સાગરિતોએ પંજાબમાં પૂર્વ ધારાસભ્યની દારૂની દુકાનો પણ સળગાવી દીધી હતી.


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: