Test series/ ઇંગ્લેન્ડને જીતવા માટે છેલ્લા દિવસે 291 રનની જરૂર,ભારતની પકડ મજબૂત

ભારતને આ મેચ જીતવા માટે 10 વિકેટની જરૂર છે. દિવસની રમતના અંતે ઇંગ્લેન્ડે વિના નુકશાન 77 રન બનાવ્યા હતા. હમીદ 43 અને બર્ન્સ 31 રને અણનમ

Top Stories Sports
cricketer ઇંગ્લેન્ડને જીતવા માટે છેલ્લા દિવસે 291 રનની જરૂર,ભારતની પકડ મજબૂત

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓવલ ખાતે રમાઈ રહેલી ચોથી ટેસ્ટના ચોથા દિવસની રમતનો અંત આવી ગયો છે. ઇંગ્લેન્ડને આ મેચ જીતવા માટે 291 રનની જરૂર છે. આ સાથે જ ભારતને આ મેચ જીતવા માટે 10 વિકેટની જરૂર છે. દિવસની રમતના અંતે ઇંગ્લેન્ડે વિના નુકશાન 77 રન બનાવ્યા હતા. હસીબ હમીદ 43 અને રોરી બર્ન્સ 31 રને અણનમ છે.

આ પહેલા ભારતનો બીજો દાવ 466 રનમાં ઓલઆઉટ થયો હતો. ટીમ ઇન્ડિયા માટે રોહિત શર્મા (127) એ સદી ફટકારી હતી. આ સિવાય ચેતેશ્વર પૂજારા (61), શાર્દુલ ઠાકુર (60) અને  પંતે શાનદાર અડધી સદી રમી હતી. તે જ સમયે, ઇંગ્લેન્ડ માટે ક્રિસ વોક્સે બીજી ઇનિંગમાં ત્રણ વિકેટ લીધી હતી જ્યારે મોઇન અલી અને ઓલી રોબિન્સને બે -બે વિકેટ લીધી હતી. ઉલ્લેખનીય છે  કે ભારતે 270/3 પહેલા ચોથા દિવસની રમત શરૂ કરી હતી.

ઉલ્લેખનીય છે કે આવતીકાલનો દિવસ ખુબ મહત્વનો રહેશે સીરિઝ હાલ 1-1થી બરાબર છે પરતું કાલે બન્ને ટીમને જીતવાનો ચાન્સ છે ભારતને જીતવા માટે અસરકારકબોલિંગ અને ફિલ્ડીંગ કરવી પડશે,જે કાલે ટેસ્ટ જીતશે તે સીરીઝમાં લીડ મેળવશે