Not Set/ 200 કરોડની ફિલ્મ, રિલીઝ થવામાં બે મહિના બાકી અને ટ્રેલર તો શું પોસ્ટરનું પણ નામોનિશાન નથી

મુંબઈ આ દિવાળી પર કિંમતના મામલે સૌથી મોંધી ફિલ્મ “ઠગ્સ ઓફ હિન્દુસ્તાન” રિલીઝ થવાની છે. યશ રાજ ફિલ્મ્સ દ્વારા નિર્માણ આ મૂવીનું બજેટ રૂ. 200 કરોડનું છે તેવું કહેવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ હિન્દી ભાષામાં બનનારી સૌથી મોંધી ફિલ્મ છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 7 નવેમ્બર એટલે કે દિવાળીના દિવસે રિલીઝ કરવામાં આવશે. […]

Uncategorized
ck 200 કરોડની ફિલ્મ, રિલીઝ થવામાં બે મહિના બાકી અને ટ્રેલર તો શું પોસ્ટરનું પણ નામોનિશાન નથી

મુંબઈ

આ દિવાળી પર કિંમતના મામલે સૌથી મોંધી ફિલ્મ “ઠગ્સ ઓફ હિન્દુસ્તાન” રિલીઝ થવાની છે. યશ રાજ ફિલ્મ્સ દ્વારા નિર્માણ આ મૂવીનું બજેટ રૂ. 200 કરોડનું છે તેવું કહેવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ હિન્દી ભાષામાં બનનારી સૌથી મોંધી ફિલ્મ છે.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 7 નવેમ્બર એટલે કે દિવાળીના દિવસે રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ રિલીઝમાં બે મહિના કરતા પણ ઓછો સમય બાકી છે. પરંતુ હજુ સુધી ફિલ્મનું પ્રમોશન શરુ કરવામાં આવ્યું નથી જો કે આ ધણી આશ્ચર્યની વાત છે.

Image result for thugs of hindustan

આ ફિલ્મનું ટીઝર તો શું ફર્સ્ટ લૂક પોસ્ટર પણ રિલીઝ કરવામાં નથી આવ્યું. જે પણ પોસ્ટર ઈન્ટરનેટ પર છે તે બધા ફેક છે. જણાવીએ કે બોલીવૂડમાં આ વાતને લઈને આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે આટલી મોંધી મુવી અને હજુ સુધી તેનું પ્રમોશન કરવામાં આવ્યું નથી.

આ ફિલ્મ સાથે આદિત્ય ચોપરા અને આમીર ખાન જેવા સ્ટાર્સ જોડાયેલા છે. જેને પ્રમોશન કરવામાં માસ્ટર્સ માનવામાં આવે છે. એટલા માટે તેઓએ મુવી વિશે કંઈક ખાસ વિચાર્યું રાખ્યું હશે.

Image result for thugs of hindustan

ફિલ્મ સાથે જોડાયેલા સુત્રોના કહ્યા મુજબ આદિત્ય ચોપરાએ નિર્ણય લોધો છે કે તેઓ ફિલ્મ વિશે જરૂરી હશે એટલું જ જણાવશે. તેથી દર્શકો થીએટરમાં જઈને ચોંકી જાય. ફિલ્મમાં સોંગ પણ ટીવી પર રિલીઝ પહેલા કદાચ બતાવવામાં આવશે.

આપને જણાવીએ કે સુત્રોનું કહેવું છે કે ’15 સપ્ટેમ્બર પછી મૂવીની જબરદસ્ત રીતે પબ્લિસીટી શરુ કરવામાં આવશે. યશ રાજ ફિલ્મની ‘સુઈ ધાગા’ રિલીઝ કરવામાં આવી રહી છે અને તેની સાથે ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ના ટ્રેલરને જોડવામાં આવશે સાથે સાથે રિલીઝ પહેલા ફિલ્મનું એટલું પ્રમોશન કરવામાં આવશે કે દર્શકો ફિલ્મના વિશે જાણવા માટે ઉત્સાહિત થઇ જશે.

Image result for thugs of hindustan

કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મના એક્શન સિક્વેંસ એવા છે કે પહેલા ક્યારે પણ ભારતીય મુવીમાં જોવા મળ્યા નથી. મુવીમાં એક્ટ્રેસ કેટરીના કૈફ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે અને આ ફિલ્મનું નિર્દેશિત કૃષ્ણ આચાર્ય દ્રારા કરવામાં આવ્યું છે.