Not Set/ 45 વર્ષની મહિલાનો કોર્ટમાં ચોંકાવનારો દાવો: ગાયિકા અનુરાધા પૌંડવાલ મારી માતા

જાણીતી ભજન સિંગર અનુરાધા પૌંડવાલ પર એક મહિલાએ ચોંકાવનારો દાવો કર્યો છે.કેરળના તિરુવનંતપુરમમાં રહેતી 45 વર્ષીય કરમાલા મોડેકસે 67 વર્ષની અનુરાધા પૌંડવાલને પોતાની માતા કહી છે. તેણે ડિસ્ટ્રિક્ટ ફેમિલી કોર્ટમાં અનુરાધા વિરુદ્ધ કેસ કર્યો છે અને 50 કરોડ રૂપિયાનું વળતર માગ્યું છે. કરમાલાએ કહ્યું કે પાંચ વર્ષ પહેલાં મારા પાલક પિતાએ મરતા પહેલાં સાચી વાત […]

Uncategorized
aaaaaaaamaya 9 45 વર્ષની મહિલાનો કોર્ટમાં ચોંકાવનારો દાવો: ગાયિકા અનુરાધા પૌંડવાલ મારી માતા

જાણીતી ભજન સિંગર અનુરાધા પૌંડવાલ પર એક મહિલાએ ચોંકાવનારો દાવો કર્યો છે.કેરળના તિરુવનંતપુરમમાં રહેતી 45 વર્ષીય કરમાલા મોડેકસે 67 વર્ષની અનુરાધા પૌંડવાલને પોતાની માતા કહી છે. તેણે ડિસ્ટ્રિક્ટ ફેમિલી કોર્ટમાં અનુરાધા વિરુદ્ધ કેસ કર્યો છે અને 50 કરોડ રૂપિયાનું વળતર માગ્યું છે.

કરમાલાએ કહ્યું કે પાંચ વર્ષ પહેલાં મારા પાલક પિતાએ મરતા પહેલાં સાચી વાત જણાવી હતી. તેમણે કહ્યું હતું કે મારી બાયોલોજિકલ માતા અનુરાધા પૌંડવાલ છે. હું માત્ર ચાર દિવસની હતી ત્યારે અનુરાધાએ મને ત્યજી દીધી હતી. મારા પિતા પોંનાચન આર્મીમાં હતાં અને મહારાષ્ટ્રમાં કામ કરતાં હતાં. તેઓ અનુરાધાના મિત્ર પણ હતાં. જોકે, પછીથી તેમની ટ્રાન્સફર કેરળમાં થઈ હતી.

કરમાલાએ કોર્ટમાં કરેલી અરજી પ્રમાણે, તે ચાર વર્ષની હતી ત્યારે અનુરાધાએ તેને પાલક માતા-પિતા પોંનાચન તથા અગનેસને આપી દીધી હતી. મહિલાએ કહ્યું હતું કે અનુરાધા પૌંડવાલ તે સમયે સિંગિંગ કરિયરમાં વ્યસ્ત હોવાથી તે બાળકની જવાબદારી ઉઠાવવા તૈયાર નહોતી.

ત્રણ સંતાનોની માતા કરમાલાએ કહ્યું હતું કે પિતા પાસેથી સાચી હકીકત જાણ્યા બાદ તેણે અનુરાધાને અનેકવાર ફોન કર્યો હતો પરંતુ સામેથી કોઈ જવાબ મળ્યો નહોતો. થોડાં સમય બાદ તેમણે મારો નંબર પણ બ્લોક કરી દીધો હતો.

કરમાલાના વકીલ અનિલ પ્રસાદે કહ્યું હતું કે કરમાલાને પોતાના હકથી દૂર રાખવામાં આવી છે. પૌંડવાલ જો આ દાવાને નકારી કાઢે છે તો તેઓ કોર્ટમાં ડીએનએ ટેસ્ટની માગણી કરશે.

પદ્મશ્રી તથા નેશનલ એવોર્ડથી સન્માનિત અનુરાધા પૌંડવાલે અંદાજે ચાર દાયકા સુધી બોલિવૂડ સોંગ્સ તથા ભજનો ગાયા છે. તેમણે મ્યૂઝિક કમ્પોઝર અરૂણ પૌંડવાલ સાથે લગ્ન કર્યાં છે અને તેમને બે બાળકો આદિત્ય તથા કવિતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.