Not Set/ સુશાંત સિંહે મામલે નાવાઝુદ્દીનના ભાઈએ હવે રિયા ચક્રવર્તીને લઈને કર્યું આવું ટ્વીટ

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં અવસાન બાદથી જ આ મામલે ઇન્ડસ્ટ્રીનાં ઘણા લોકો ખુલીને બોલી રહ્યા છે, તો કેટલાક લોકોએ આ મામલે મૌન સાધ્યું છે. આ સમગ્ર મામલે હવે પહેલીવાર સુશાંતના પરિવારે પગલું ભર્યું છે અને પટનામાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર છેતરપિંડી કરી, તેને ફસાવી અને પૈસા કમાવવાનો આરોપ લગાવ્યો છે. કંગના રનૌત, શેખર […]

Uncategorized
44cfff06f8901167e2c304bb135b4b24 સુશાંત સિંહે મામલે નાવાઝુદ્દીનના ભાઈએ હવે રિયા ચક્રવર્તીને લઈને કર્યું આવું ટ્વીટ

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં અવસાન બાદથી જ આ મામલે ઇન્ડસ્ટ્રીનાં ઘણા લોકો ખુલીને બોલી રહ્યા છે, તો કેટલાક લોકોએ આ મામલે મૌન સાધ્યું છે. આ સમગ્ર મામલે હવે પહેલીવાર સુશાંતના પરિવારે પગલું ભર્યું છે અને પટનામાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર છેતરપિંડી કરી, તેને ફસાવી અને પૈસા કમાવવાનો આરોપ લગાવ્યો છે. કંગના રનૌત, શેખર સુમન જેવા સેલેબ્સ સુશાંતના કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા હતા. હવે સુશાંતના પિતાએ રિયા પર તેના પુત્રને દવાનો ઓવરડોઝ આપવાનો ગંભીર આરોપ, પરિવારને મળવાથી રોકવા જેવા ગંભીર આરોપો લગાવ્યા છે.

આ મામલે હવે નવાઝુદ્દીન સિદ્દીકીના ભાઈ અને દિગ્દર્શક શમાસ નવાબ સિદ્દીકીએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે, શમાસે તેના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યું હતું કે ‘રિયા ચક્રવર્તી જેવા લોકો ઉદ્યોગમાં ખૂબ છે, જે લોકોને બ્લેકમેલ કરી પૈસા મહેનત અને બધું જ પડાવી લેવા માંગે છે. આવા લોકો અંગત રીતે અથવા મીડિયા અને ટ્વિટર દ્વારા બ્લેકમેલ કરે છે.