મુંબઇ
સુપરસ્ટાર આમીર ખાન પોતાનો 53મો જન્મ દિવસની ઉજવણી કરી રહ્યા છે.આમીરે પોતાના જન્મદિવસનું સેલિબ્રેશન અલગ રીતે કર્યું હતું.આમીરે બર્થ-ડે નિમિત્તે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ શરૂ કર્યું હતું.હા અમીરે તેમનું ઇન્સ્ટાગ્રામ ડેબ્યુ કર્યું છે અને તેમણે ઇન્સ્ટાગ્રામ પર પહેલી તસ્વીર પોતાની માતાની અપલોડ કરી હતી.
આમીરે તેની માતા ઝીનત હુસેનનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર મુક્યો હતો.
પોતાની માતાનો ફોટો પોસ્ટ કરતાં આમીરે લખ્યું કે હું જે કાંઇ છુ તે આ વ્યક્તિના કારણે છું…
આમીરે તેના માતાના અનેક ફોટો કોલાજ બનાવીને મુક્યા હતા.

આમીર પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની લાઈફની પર્સનલ વાત શેર કરવા માંગે હતા તેથી તેમણે પોતાની માતાની પહેલી બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો અપલોડ કરી છે. આ તસ્વીર આમિરને કોઈકે ગિફ્ટ કરી હતી.
આમીર ખાનનું કહેવું છે કે તેઓ પોતાની માના ઘણા નજીક છે અને આજે જે કઈ પણ છે તે પોતાની માતાના કારણે છે.
આમીર ખાને એક જ દિવસમાં 244 હજાર કરતા પણ વધુ ફોલવર્સ થઇ ગયા છે. જેમાં દંગલની અભિનેત્રી સંન્યા મલ્હોત્રા,દિયા મિર્ઝા પણ સામીલ છે આમીર ખાન તેમની આવનારી ફિલ્મોની જાહેરાત હાલ, સુધી માત્ર ટ્વિટર કરતા હતા પણ હવે ચાહકો સાથે વાત કરવા માટે બીજું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વાપરી શકે છે. ઘણી વાર આમીર ઘણા બધા બોલીવુડ સ્ટાર ઇન્સ્ટાગ્રામ પેઝ પર જોવા મળ્યા છે પણ હવે તે પોતાની સ્ટોરી ત્યાં શેર કરશે.
