Not Set/ કમલ હાસનની ફિલ્મ ‘ઇન્ડિયન 2’મા કામ કરશે અભિષેક બચ્ચન?

મુંબઇ, થોડા દિવસ પહેલા સાઉથના સુપરસ્ટાર કમલ હાસનની ફિલ્મ ‘ઇન્ડિયન 2’નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. પોસ્ટરમાં કમલ હાસન ખુબ જ ઇન્ટેન્સ લૂકમાં દેખાય રહ્યા છે અને ત્યારથી આ ફિલ્મ ચર્ચામાં છે. એવું સાંભળવા મળી રહ્યું છે કે આ મૂવીની શૂટિંગ શરૂ થઈ ગયું છે. તાજેતરના અહેવાલો અનુસાર, ડાયરેક્ટર શંકરે ફિલ્મમાં કમલ હાસન સાથે જ […]

Uncategorized
jh 3 કમલ હાસનની ફિલ્મ 'ઇન્ડિયન 2'મા કામ કરશે અભિષેક બચ્ચન?

મુંબઇ,

થોડા દિવસ પહેલા સાઉથના સુપરસ્ટાર કમલ હાસનની ફિલ્મ ‘ઇન્ડિયન 2’નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. પોસ્ટરમાં કમલ હાસન ખુબ જ ઇન્ટેન્સ લૂકમાં દેખાય રહ્યા છે અને ત્યારથી આ ફિલ્મ ચર્ચામાં છે. એવું સાંભળવા મળી રહ્યું છે કે આ મૂવીની શૂટિંગ શરૂ થઈ ગયું છે.

તાજેતરના અહેવાલો અનુસાર, ડાયરેક્ટર શંકરે ફિલ્મમાં કમલ હાસન સાથે જ અભિષેક બચ્ચનને પણ કાસ્ટ કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આમાં, અભિષેકની ભૂમિકા ખૂબ જ પાવરફુલ હશે અને પ્રેક્ષકો તે ખૂબ ગમશે.

આપને જણાવી દઈએ કે આ ફિલ્મ 1996 માં રિલીઝ થયેલી કમલ હાસનની ‘ઇન્ડિયન’ની સિક્વલ છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ અને કાજલ અગ્રવાલ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.  અગાઉ એવા અહેવાલો પણ જાણવા મળ્યા છે કે બોલિવુડ આ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં અક્ષય કુમાર જોવા મળશે.