Not Set/ ગુરુદ્વારામાં ડ્રેસ પહેરવા પર ટ્રોલ થઇ નેહા ધૂપિયા

મુંબઈ બોલીવુડ અભિનેત્રી નેહા ધૂપિયા ટૂંક સમયમાં જ એક બાળકને જન્મ આપવાની છે અને તે હાલ પોતાના પ્રેગનેન્સી પીરિયડને ખૂબ જ એન્જાય પણ કરી રહી છે. તે મોટાભાગે પોતાના મિત્રો સાથે પાર્ટી કરતી કે પછી પતિ અંગદ બેદી સાથે ઈવેન્ટ એટેન્ડ કરતી નજરે પડે છે. હાલમાં જ નેહા ધૂપિયા મુંબઈમાં સ્થિત એક ગુરુદ્વારામાં પહોંચી હતી. […]

Uncategorized
mam ગુરુદ્વારામાં ડ્રેસ પહેરવા પર ટ્રોલ થઇ નેહા ધૂપિયા

મુંબઈ

બોલીવુડ અભિનેત્રી નેહા ધૂપિયા ટૂંક સમયમાં જ એક બાળકને જન્મ આપવાની છે અને તે હાલ પોતાના પ્રેગનેન્સી પીરિયડને ખૂબ જ એન્જાય પણ કરી રહી છે. તે મોટાભાગે પોતાના મિત્રો સાથે પાર્ટી કરતી કે પછી પતિ અંગદ બેદી સાથે ઈવેન્ટ એટેન્ડ કરતી નજરે પડે છે.

Master ગુરુદ્વારામાં ડ્રેસ પહેરવા પર ટ્રોલ થઇ નેહા ધૂપિયા

હાલમાં જ નેહા ધૂપિયા મુંબઈમાં સ્થિત એક ગુરુદ્વારામાં પહોંચી હતી. આ દરમિયાન તેની સાથે તેનો પતિ અંગદ બેદી પણ હાજર હતો. નેહાએ પ્રસંગે સફેદ કલરનો કોટન ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી, પરંતુ તેને શું ખબર હતી કે કેટલાક લોકો તેના આ પહેરવેશને લઈ વિરોધ નોંધાવશે અને તેને સોશિયલ મીડિયા પર ટ્રોલર કરી દેશે.

Image result for neha dhupia troll

નેહા ધૂપિયાએ પહેરેલ આ ડ્રેસમાં તેના પગ સ્પષ્ટ રીતે જોઈ શકાતા હતા અને કદાચ કેટલાક લોકોને આ પસંદ ન પડ્યુ.નેહા ધૂપિયાએ ગુરુદ્વારા જતા સમયના ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કરતા કેટલાક લોકોએ તેના આ પહેરવેશને લઈ તેને ટ્રોલ કરી.  જાકે, નેહાએ આ ટ્રોલર્સને જવાબ આપવાનુ ટાળ્યુ હતું. મહત્વનુ છે કે, પ્રેગનેન્સીના આ સ્ટેજ પર નેહા ખૂબ જ એક્ટિવ છે અને અન્ય લોકો માટે એક દાખલો બેસાડી રહી છે.

Image result for neha dhupia troll