Not Set/ video:’બધાઈ હો’ની સફળતા પછી આયુષ્માન ખુરાનાએ કરી તેની આગામી ફિલ્મની ઘોષણા

મુંબઇ, ફિલ્મ ‘વિકી ડોનર’ સાથે બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર આયુષ્માન ખુરાનાએ તેની કારકિર્દીમાં ઘણી સફળ ફિલ્મો બનાવી છે. સફળ ફિલ્મથી ડેબ્યુ કર્યા પછી આયુષ્માને ‘શુભ મંગલ સાવધાન’, ‘બરેલી કી બર્ફી’, ‘અંધાધૂન’ અને બધાઈ હો’ જેવા સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. આયુષ્માને તેની ફિલ્મ ‘બધાઈ હો’ ની સફળતા પછી આગામી ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી […]

Entertainment Videos
na video:'બધાઈ હો'ની સફળતા પછી આયુષ્માન ખુરાનાએ કરી તેની આગામી ફિલ્મની ઘોષણા

મુંબઇ,

ફિલ્મ ‘વિકી ડોનર’ સાથે બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર આયુષ્માન ખુરાનાએ તેની કારકિર્દીમાં ઘણી સફળ ફિલ્મો બનાવી છે. સફળ ફિલ્મથી ડેબ્યુ કર્યા પછી આયુષ્માને ‘શુભ મંગલ સાવધાન’, ‘બરેલી કી બર્ફી’, ‘અંધાધૂન’ અને બધાઈ હો’ જેવા સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

આયુષ્માને તેની ફિલ્મ ‘બધાઈ હો’ ની સફળતા પછી આગામી ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે. આયુષ્માને કહ્યું છે કે તેની આગામી ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’ હશે અને આ ફિલ્મમાં તે તેના અવાજ સાથે કંઈ પ્રયોગ કરશે. આ ફિલ્મની જાહેરાત કરીને, આયુષ્માને એક વિડિઓ શેર કર્યો છે.

Instagram will load in the frontend.

આ ફિલ્મનું દિગ્દર્શન રાજ શાંડિલ્ય કરશે અને એકતા કપૂર આને પ્રોડ્યુસ કરશે. ફિલ્મમાં આયુષ્માનની અપોજિટ ‘પ્યાર ક પપંચનામાં’ની ફેમ એક્ટ્રેસ નુસરત ભરૂચા જોવા મળશે. આયુષ્માને જ્યારથી આ વીડીયો શેર કર્યો છે તે પછી, તેના ચાહકો પણ ખૂબ ઉત્સાહિત છે અને તેની આગામી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.