Not Set/ અજય દેવગણે તેની પુત્રી ન્યાસાની બોલીવુડમાં એન્ટ્રીને લઇ કરી આ સ્પષ્ટતા, જુઓ

મુંબઈ, બોલીવુડના સિંઘમ કહેવાતા અજય દેવગણ અત્યારે પોતાની ફિલ્મ રેડની સફળતાની ઉજવણી કરી રહ્યો છે અને હાલ અત્યારે તે પેરિસમાં પરિવારજનો સાથે રજાઓ માણી રહ્યો છે. જ્યારે તેની પુત્રી ન્યાસા કે જે અત્યારે સિંગાપુરમાં અભ્યાસ કરી રહી છે. તે પણ ફેમિલી સાથે જોવા મળી રહી છે. બીજી બાજુ અભિનેતા અજય દેવગણની પુત્રી ન્યાસાની બોલીવુડમાં એન્ટ્રીને […]

Entertainment
sdgggggg અજય દેવગણે તેની પુત્રી ન્યાસાની બોલીવુડમાં એન્ટ્રીને લઇ કરી આ સ્પષ્ટતા, જુઓ

મુંબઈ,

બોલીવુડના સિંઘમ કહેવાતા અજય દેવગણ અત્યારે પોતાની ફિલ્મ રેડની સફળતાની ઉજવણી કરી રહ્યો છે અને હાલ અત્યારે તે પેરિસમાં પરિવારજનો સાથે રજાઓ માણી રહ્યો છે. જ્યારે તેની પુત્રી ન્યાસા કે જે અત્યારે સિંગાપુરમાં અભ્યાસ કરી રહી છે. તે પણ ફેમિલી સાથે જોવા મળી રહી છે.

અજય દેવગણે તેની પુત્રી ન્યાસાની બોલીવુડમાં એન્ટ્રીને લઇ કરી આ સ્પષ્ટતા, જુઓ

બીજી બાજુ અભિનેતા અજય દેવગણની પુત્રી ન્યાસાની બોલીવુડમાં એન્ટ્રીને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. જો કે આ ચર્ચાઓ અંગે અજય દેવગણને પુછવામાં આવ્યુ ત્યારે તેણે સ્પષ્ટ કર્યુ હતું કે, “ન્યાસાને ફિલ્મમાં લાવવા અંગે તે અત્યારે કંઈ વિચારી રહ્યો નથી”.

ajay 01 46 1497003294 224313 khaskhabar અજય દેવગણે તેની પુત્રી ન્યાસાની બોલીવુડમાં એન્ટ્રીને લઇ કરી આ સ્પષ્ટતા, જુઓ

બોલીવુડના અભિનેતાએ જણાવ્યુ હતું કે, “પુત્રી ન્યાસા હાલમાં પોતાની સ્કુલ લાઈફ એએન્જોય કરી રહી છે. ન્યાસાના જીવનના લક્ષ્ય અંગે હુ અવાર નવાર તેની સાથે ચર્ચા કરુ છું. પરંતુ ફિલ્મોમાં કામ કરવુ એ તેની અત્યારની પ્રાથમિક્તા નથી”.

ન્યાસા ભલે પોતાના ડેબ્યુને લઈ ઉતાવળમાં ન હોય પરંતુ અન્ય એક સ્ટાર કિડ્‌સ અનાન્યા પાંડે સ્ટુડન્ટ ઓફ ધ યર – ૨થી બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે, આ ઉપરાંત સુહાના ખાનને લઈને પણ ચર્ચાઓ સામે આવી રહી છે”.