Not Set/ ‘સિંઘમ’નો ફર્સ્ટ લૂક થયો રિલીઝ, અજય દેવગન નહીં આ એક્ટર બનશે બાજીરાવ સિંઘમ

મુંબઇ, અજય દેવગન અને રોહિત શેટ્ટીની સુપરહિટ ફ્રેન્ચાઇઝ ‘સિંઘમ’, બોક્સ ઓફિસ પર પહેલા અને બીજા ભાગમાં જબરજસ્ત ધમાલ મચાવી હતી. સુપરહિટ ફિલ્મ સિંઘમ હવે પંજાબીમાં પણ બનવા જઈ રહી છે આ ફિલ્મમાં સિંઘમની ભૂમિકા પંજાબી ગાયક-અભિનેતા પરમીશ વર્મા ભજવશે. પરમીશ વર્મા તેમનું સોંગ ”ગાલ ની કડની’ સાથે હેડલાઇન્સમાં આવ્યા હતા, અને તેમણે સમગ્ર દેશમાં એક […]

Uncategorized
ha 'સિંઘમ'નો ફર્સ્ટ લૂક થયો રિલીઝ, અજય દેવગન નહીં આ એક્ટર બનશે બાજીરાવ સિંઘમ

મુંબઇ,

અજય દેવગન અને રોહિત શેટ્ટીની સુપરહિટ ફ્રેન્ચાઇઝ ‘સિંઘમ’, બોક્સ ઓફિસ પર પહેલા અને બીજા ભાગમાં જબરજસ્ત ધમાલ મચાવી હતી. સુપરહિટ ફિલ્મ સિંઘમ હવે પંજાબીમાં પણ બનવા જઈ રહી છે આ ફિલ્મમાં સિંઘમની ભૂમિકા પંજાબી ગાયક-અભિનેતા પરમીશ વર્મા ભજવશે. પરમીશ વર્મા તેમનું સોંગ ”ગાલ ની કડની’ સાથે હેડલાઇન્સમાં આવ્યા હતા, અને તેમણે સમગ્ર દેશમાં એક ખાસ ઓળખ બનાવી હતી. બોલિવુડની ‘સિંઘમ’ સાઉથના સુપરસ્ટાર સૂર્યાની હિટ ફિલ્મની રીમેક છે.

‘સિંઘમ’ નું પંજાબી વર્ઝન અજય દેવગન ફિલ્મ્સ, ભૂષણ કુમારની ટી સીરીઝ અને પૈંનોરમા સ્ટુડિયો દ્વારા બનાવવામાં આવશે. પંજાબી ‘સિંઘમ’ અજય દેવગનની 2011 ની સફળ ફિલ્મની રિમેક હશે. પંજાબી’સિંઘમમાં પરમીશ વર્મા ઉપરાંત પંજાબી અભિનેત્રી સોનમ બાજવા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. પંજાબી ‘સિંઘમ’ એક મોટા બજેટની મૂવી હશે. અગાઉ, ટી-સીરીઝે 2002 માં ખૂબ મોટા બજેટની પંજાબી ફિલ્મમાં ‘જી આયાં નૂ” નિર્દેશિત કરી હતી. ટી-સીરિઝ ભૂષણ કુમાર કહે છે, “અજય દેવગનની ‘સિંઘમ’ હિન્દી માર્કેટમાં બોક્સ ઓફિસની વન્ડર બની ગઈ હતી  અને પંજાબી ફિલ્મોના દુનિયાભરમાં દર્શકો છે આ મૂવીને જરૂર પસંદ કરશે.

Instagram will load in the frontend.

‘રેડ’, ‘દૃશ્યમ’ સ્પેશલ 26′ અને પ્યાર ક પંચનામાં’ જેવી ફિલ્મનો બનાવી ચુકેલ પૈનોરમા સ્ટુડિયોઝની આ પંજાબી ફિલ્મ છે. પૈનોરમા સ્ટુડિયોના મેનેજિંગ ડાયરેક્ટર અભિષેક પાઠક કહે છે કે, “સિંઘમ પાત્ર અજય દેવગનને ભજવ્યું હતું, અને આ પાત્ર દરેક ઘરમાં એક જાણીતું નામ બની ગયું છે. પંજાબી ફિલ્મોને જેટલી  દેશમાં જોવામાં આવે છે તેટલી જ વિદેશમાં પણ જોવામાં આવે છે. ફિલ્મને નવનિયત સિંહ ડાયરેક્ટ કરી રહ્યા છે. પંજાબી ઇન્ડસ્ટ્રીમાં આવવા માટે આનથી સારી ચોઇસ બીજી કઈ હોય શકે. પંજાબી ‘સિંઘમ’ શૂટિંગ 16 નવેમ્બરથી શરૂ કર્યું અને 2019 ના ઉનાળામાં રિલીઝ  કરવામાં આવશે નહીં.