Not Set/ બોલીવૂડ/ અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ ઇદ 2020 પર થશે રીલીઝ

અક્ષય કુમાર એક પછી એક ઘણી મોટી ફિલ્મો રિલીઝ કરવા જઇ રહ્યાં છે, જેમાં ‘લક્ષ્મી બોમ્બ’ પણ શામેલ છે. હવે આ મૂવીની રિલીઝ ડેટ નક્કી થઈ ગઈ છે. ફોક્સ સ્ટાર હિન્દીએ ટ્વિટર પર આ માહિતી આપી છે. તેમાં લખવામાં આવ્યું છે કે, ‘ઇદ 2020 પર… લક્ષ્મી બોમ્બ સમગ્ર દેશમાં મચાવશે ઘમાલ ‘જયારે ફૂટશે લક્ષ્મી બોમ્બ!’ […]

Uncategorized
mahi aa 4 બોલીવૂડ/ અક્ષય કુમારની ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ' ઇદ 2020 પર થશે રીલીઝ

અક્ષય કુમાર એક પછી એક ઘણી મોટી ફિલ્મો રિલીઝ કરવા જઇ રહ્યાં છે, જેમાં ‘લક્ષ્મી બોમ્બ’ પણ શામેલ છે. હવે આ મૂવીની રિલીઝ ડેટ નક્કી થઈ ગઈ છે.

ફોક્સ સ્ટાર હિન્દીએ ટ્વિટર પર આ માહિતી આપી છે. તેમાં લખવામાં આવ્યું છે કે, ‘ઇદ 2020 પર… લક્ષ્મી બોમ્બ સમગ્ર દેશમાં મચાવશે ઘમાલ ‘જયારે ફૂટશે લક્ષ્મી બોમ્બ!’

રાઘવ લોરેન્સ દિગ્દર્શિત આ મૂવીમાં અક્ષય કુમાર ઉપરાંત કિયારા અડવાણી પણ મહત્વની ભૂમિકા ભજવશે. આ ફિલ્મ 2011 ની તમિળ ફિલ્મ ‘મુની 2: કંચના’ની હિન્દી રિમેક છે.

આ ફિલ્મમાં અક્ષય કુમારનો ફર્સ્ટ લુક પણ સામે આવ્યો છે, જે એકદમ પ્રભાવશાળી છે. અક્ષયે રેડ કલરની સાડી પહેરી છે. કપાળ પર એક મોટી બિંદી પણ લગાવેલી છે અને આંખોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે.

અક્ષય કુમારની ‘લક્ષ્મી બોમ્બ’, દિવાળી પર ‘પૃથ્વીરાજ’ ઉપરાંત ‘બચ્ચન પાંડે’ અને ‘ગુડ ન્યૂઝ’ પણ નાતાલ પર રજૂ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.