Not Set/ અક્ષય કુમારે જામીયાના સ્ટુડન્ટની ટ્વીટ Like કરી,પછી ભૂલ સ્વીકારતા કહ્યું કે…

નાગરિકતા સુધારો અધિનિયમ (સીએબી) ને લઈને દેશના ઘણા ભાગોમાં હિંસા થઈ રહી છે. જામિયા મિલ્લીયા ઇસ્લામિયા વિદ્યાર્થીઓ પણ તેનો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધ રવિવારે હિંસક બન્યો. હવે આ મામલે અક્ષય કુમારનું ટ્વીટ પણ વાયરલ થઈ રહ્યું છે. જામિયા વિદ્યાર્થીઓનું આ ટ્વીટ ભૂલથી લાઈક થઇ ગયું હતું,જેના બાદ તેઓએ અનલાઈન કર્યું હતું. અક્ષય કુમારે […]

Uncategorized
aa 15 અક્ષય કુમારે જામીયાના સ્ટુડન્ટની ટ્વીટ Like કરી,પછી ભૂલ સ્વીકારતા કહ્યું કે...

નાગરિકતા સુધારો અધિનિયમ (સીએબી) ને લઈને દેશના ઘણા ભાગોમાં હિંસા થઈ રહી છે. જામિયા મિલ્લીયા ઇસ્લામિયા વિદ્યાર્થીઓ પણ તેનો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધ રવિવારે હિંસક બન્યો. હવે આ મામલે અક્ષય કુમારનું ટ્વીટ પણ વાયરલ થઈ રહ્યું છે. જામિયા વિદ્યાર્થીઓનું આ ટ્વીટ ભૂલથી લાઈક થઇ ગયું હતું,જેના બાદ તેઓએ અનલાઈન કર્યું હતું.

અક્ષય કુમારે ટ્વીટ કર્યું હતું કે હું સ્ક્રોલ કરી રહ્યો હતો અને ભૂલથી લાઈક બટન દબાઈ ગયું. જ્યારે મને આ વસ્તુની ખબર પડી, મેં તેને અનલાઈન કરી  દીધું. હું આવી પ્રવૃત્તિઓને ટેકો આપતો નથી. લોકો અક્ષયની આ ટ્વિટ પર ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે અભિનેતા-નિર્માતા કમાલ ખાને પણ આ મામલે ટ્વીટ કર્યું છે. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે અમિત શાહ જીએ સ્પષ્ટ કહ્યું હતું કે ભારતમાં મુસ્લિમોને ડરવાની જરૂર નથી. સરકાર તેમને બાકાતનહીં કરી શકે, આ બિલ કેટલાક જરૂરીયાતમંદ લોકોને નાગરિકત્વ આપવા માટે છે. કેટલાક નેતાઓ પાસે આવીને લોકો કેમ હિંસક બની રહ્યા છે તે હું સમજી શકું તેમ નથી.

આ મામલે અભિનેતા ફરહાન અખ્તરને ટ્રોલ કરવામાં આવ્યો છે. એક યુઝર્સે ફરહાન અખ્તરને ટેગ કર્યા હતા અને આ યુઝર્સે ફરહાનને લલકારતા કહ્યું કે હવે તમે તમારી કોમ સુધી પહોંચો તેઓએ મારા દેશની સંપત્તિ બગાડવી ન જોઈએ. પછી જ્યારે તેઓની ધરપકડ કરવામાં આવશે અને તેમને મારવામાં આવશે, ત્યારે તમે રડશો નહીં.

આ ટ્વીટમાં યુઝરે જાવેદ અખ્તર અને શબાના આઝમીને પણ ટેગ કર્યા હતા. તેના જવાબમાં ફરહાન અખ્તરે ટ્વીટ કર્યું – ‘બીગોટ નંબર 1’ (કટ્ટર નંબર વન) હું ડેવિડ ધવનને વિનંતી કરવા જાઉં છું કે તમને ‘ કટ્ટર નંબર વન’માં કાસ્ટ કરવા. તમે આ ભૂમિકા માટે સંપૂર્ણ છો. ફરહને ટ્વીટ કરીને હિંસાની અપીલ કરવાને બદલે આ વાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.