Not Set/ ઉન્નાવ બળાત્કાર કેસ/ સજા સુનવણી કાલે, પૂર્વે કોર્ટે આપી હતી 19 ડિસેમ્બરની તારીખ

ઉન્નાવ બળાત્કાર કેસ, દિલ્હીની તીસ હજારી કોર્ટે સોમવારે થયાલી સુનાવણીનાં અંતે ભાજપનાં પૂર્વ ધારાસભ્ય કુલદિપ સેંગરને દોષી જાહેર કર્યો છે. તો આ કેસમાં અપહરણનાં સહ આરોપી શશીસિંહને કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. માધ્યમોનાં અહેવાલ મુજબ સોમવારે કોર્ટ દ્વારા પહેલા કુલદિપ સેંગરની સાજા માટેની દલીલો 19 ડિસેમ્બરે સાંભળવામાં આવશે તેવી જાહેરાત બાદ ઉન્નાવ બળાત્કાર […]

Top Stories India
kuldeep sengar ઉન્નાવ બળાત્કાર કેસ/ સજા સુનવણી કાલે, પૂર્વે કોર્ટે આપી હતી 19 ડિસેમ્બરની તારીખ

ઉન્નાવ બળાત્કાર કેસ, દિલ્હીની તીસ હજારી કોર્ટે સોમવારે થયાલી સુનાવણીનાં અંતે ભાજપનાં પૂર્વ ધારાસભ્ય કુલદિપ સેંગરને દોષી જાહેર કર્યો છે. તો આ કેસમાં અપહરણનાં સહ આરોપી શશીસિંહને કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. માધ્યમોનાં અહેવાલ મુજબ સોમવારે કોર્ટ દ્વારા પહેલા કુલદિપ સેંગરની સાજા માટેની દલીલો 19 ડિસેમ્બરે સાંભળવામાં આવશે તેવી જાહેરાત બાદ ઉન્નાવ બળાત્કાર અને અપહરણ કેસનાં મામલે ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને સજાની સુનાવણી આવતીકાલે કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

આપને એ પણ જણાવી દઇએ કે, દિલ્હીની તીસ હજારી કોર્ટ દ્વારા ઉન્નાવ દુષ્કર્મ કેસમાં ચુકાદો આપતા સમયે ધારાસભ્ય કુલદીપ સેંગર દોષિત જાહેર કરવામાં આવ્યો છે. તો સાથે સાથે ચાર્જશીટમાં વિલંબ મુદ્દે CBIને પણ ફિટકારી છે. કોર્ટે આ મામલે પોતાના અવલોકનમાં CBI દ્વારા ચાર્જસીટ મામલે  વિલંબ પર સવાલો કરતા ફટકારનો સામનો કરવો પડ્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.