Not Set/ લાઇફમાં યોગ્ય વ્યક્તિ નહોતી તેથી ત્રીસી પહેલા મારે નહોતું પરણવુઃ આલિયા ભટ્ટ

મુંબઇ, આલિયા ભટ્ટ અને રણબીરના સંબંધો હવે જગજાહેર છે તેમજ બંને પબ્લિક પ્લેટફોર્મ પર પોતાના સંબંધો સ્વીકારી ચૂક્યા છે અને આલિયાની વાતો પરથી લાગે છે કે તે હવે પરણવા માટે તૈયાર છે. પહેલા બોલિવૂડમાં લગ્ન કરો એટલે કરિયરનો અંત આવી જતો હતો. પરંતુ હવે એવું નથી. હાલમાં બોલિવૂડમાં વિદ્યા બાલન, મલાઇકા અરોરા, કરિના કપૂર, અનુષ્કા […]

Uncategorized
makk 14 લાઇફમાં યોગ્ય વ્યક્તિ નહોતી તેથી ત્રીસી પહેલા મારે નહોતું પરણવુઃ આલિયા ભટ્ટ

મુંબઇ,

આલિયા ભટ્ટ અને રણબીરના સંબંધો હવે જગજાહેર છે તેમજ બંને પબ્લિક પ્લેટફોર્મ પર પોતાના સંબંધો સ્વીકારી ચૂક્યા છે અને આલિયાની વાતો પરથી લાગે છે કે તે હવે પરણવા માટે તૈયાર છે. પહેલા બોલિવૂડમાં લગ્ન કરો એટલે કરિયરનો અંત આવી જતો હતો. પરંતુ હવે એવું નથી. હાલમાં બોલિવૂડમાં વિદ્યા બાલન, મલાઇકા અરોરા, કરિના કપૂર, અનુષ્કા ,દીપિકા, માધુરી એવી ઘણી એકટ્રેસ છે જે લગ્ન પછી પણ કામ કરી રહી છે અને સફળ છે. ફિલ્મોમાં કામ કરવું કે ન કરવું તે તેમનો અંગત નિર્ણય પણ છે.

આલિયા ભટ્ટે એક ચેટ શોમાં કહ્યું હતું કે પ્રામાણિકતાથી કહું તો એક સમય હતો જ્યારે તે વિચારતી હતી કે  30 વર્ષ સુધી હું લગ્ન નહીં કરું. મારે એક્ટિંગ જ કરવી છે પરંતુ  એ એવો સમય હતો જ્યારે હું લગ્ન માટે યોગ્ય વ્યક્તિને નહોતી મળી.

આલિયાની આ વાત પરથી લાગે છે કે  રણબીરના સ્વરૂપે તેને યોગ્ય લાઇફ પાર્ટનર મળી ગયો છે અને કપૂર તથા ભટ્ટ પરિવારમાં જલદી લગ્નની શરણાઈઓ ગૂંજે તો નવાઈ નહીં.