Not Set/ પુલવામાના શહીદોના પરિવારોને અમિતાભ બચ્ચને 5-5 લાખની મદદ કરી

બિહારના 2100 ખેડૂતોનું દેવુ ચૂકવ્યા બાદ સુપર સ્ટાર અમિતાભ બચ્ચન ફરી એક વાર દુઃખી લોકોની વહારે આવ્યા છે.અમિતાભે પુલવામા આંતકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારને આર્થિક મદદ કરી છે. અમિતાભે પોતાના મુંબઈ નિવાસ પર પુલવામા હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોના પરિવારને આર્થિક મદદ કરતા ચેક સોંપ્યા. આ દરમિયાન અમિતાભ બચ્ચન સાથે તેમની દીકરી શ્વેતા નંદા […]

Top Stories Entertainment
dsgvgdfv 1 પુલવામાના શહીદોના પરિવારોને અમિતાભ બચ્ચને 5-5 લાખની મદદ કરી

બિહારના 2100 ખેડૂતોનું દેવુ ચૂકવ્યા બાદ સુપર સ્ટાર અમિતાભ બચ્ચન ફરી એક વાર દુઃખી લોકોની વહારે આવ્યા છે.અમિતાભે પુલવામા આંતકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારને આર્થિક મદદ કરી છે.

અમિતાભે પોતાના મુંબઈ નિવાસ પર પુલવામા હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોના પરિવારને આર્થિક મદદ કરતા ચેક સોંપ્યા.

આ દરમિયાન અમિતાભ બચ્ચન સાથે તેમની દીકરી શ્વેતા નંદા અને પુત્ર અભિષેક બચ્ચન પણ ઉપસ્થિત રહ્યા હતા.અમિતાભે શહીદોના પરિવારોને 5- 5 લાખના ચેકો આપ્યા હતા.

અમિતાભે પોતાના ઓફિશિયલ બ્લોગ દ્વારા આ વિગતો આપી. અમિતાભે હુમલામાં શહીદ જવાનોના પરિવારજનોને મુંબઈ બોલાવ્યા અને પોલીસ અધિકારીઓની હાજરીમાં તેમને 5-5 લાખ રૂપિયાની આર્થિક મદદ કરી.બ્લોકમાં અમિતાભે જણાવ્યું કે શહીદોના પરિવાર અને તેમનું એડ્રેસ મેળવવામાં વધારે સમય લાગી ગયો. પરંતુ અંતમાં તેમના પ્રયાસ સફળ રહ્યા. તેમણે કહ્યું કે તેઓ આ પરિવારોની મદદ કરવા ઈચ્છતા હતા અને તેઓ આમ કરવામાં સફળ થયા.

અમિતાભે પોતાના ટ્વીટર પર પણ કવિતાના રૂપમાં ભાવનાઓ પ્રગટ કરી. તેમણે લખ્યું કે, જે વિચાર્યું હતું, જે કહ્યું હતું, તે આજે પુરૂં થયું, દેશના રક્ષકને જે આપવું હતું, સંતુષ્ટિ ન કહેતા તેને, જો આપણે ઉદાહરણ બની શકીએ. તો મન પ્રફુલ્લિત થાય છે.