Not Set/ સચિન તેંડુલકરની બાયોપિકમાં કામ કરવાની ઈચ્છા છે આ ઝક્કાસ મેનની

મુંબઇ, બોલિવૂડના ઝક્કાસ મેન એટલે કે અનિલ કપૂરે ઇચ્છા વ્યક્ત કરી છે જે સચિન તેંડુલકરની બાયોપિકમાં તેણે અભિનય કરવો છે.  વર્સેટાઇલ એક્ટર ગણાતા અનિલ કપૂરની તાજેતરમાં રજૂ થયેલી ફિલ્મ ટોટલ ધમાલન મિક્સ રિવ્યૂ અને પ્રતિસાદ મળ્યો છે. જોકે તેનાથી અનિલના ચાહક વર્ગને કોઈ ફરક પડ્યો નથી. અનિલ કપૂરે નો એન્ટ્રી, દિલ ધડકને દો, વેલકમ જેવી […]

Sports Entertainment
0 9 સચિન તેંડુલકરની બાયોપિકમાં કામ કરવાની ઈચ્છા છે આ ઝક્કાસ મેનની

મુંબઇ,

બોલિવૂડના ઝક્કાસ મેન એટલે કે અનિલ કપૂરે ઇચ્છા વ્યક્ત કરી છે જે સચિન તેંડુલકરની બાયોપિકમાં તેણે અભિનય કરવો છે.  વર્સેટાઇલ એક્ટર ગણાતા અનિલ કપૂરની તાજેતરમાં રજૂ થયેલી ફિલ્મ ટોટલ ધમાલન મિક્સ રિવ્યૂ અને પ્રતિસાદ મળ્યો છે. જોકે તેનાથી અનિલના ચાહક વર્ગને કોઈ ફરક પડ્યો નથી. અનિલ કપૂરે નો એન્ટ્રી, દિલ ધડકને દો, વેલકમ જેવી કોમેડી ફિલ્મમાં કામ કરીને આગવો ચાહક વર્ગ ઉભો કરેલો છે. તાજેતરમાં અનિલ કપૂરે જણાવ્યું હતું કે તે સચિનની બાયોપિકમાં સ્ટાર બનવા માંગે છે.

Image result for anil kapoor sachin tendulkar

અનિલ કપૂરને એક ઇવેન્ટમાં પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે તે ક્યાં રમતવીરની બાયોપિકમાં કામ કરવા માંગે છે ત્યારે અનિલ કપૂરે જણાવ્યું હતું કે તે સચિનની બાયોપિકમાં કામ કરવા માંગે છે કારણ કે તે સચિન તેંડુલકરનો મોટો પ્રશંસક છે.  અનિલે ઉમેર્યું હતં  કે તે કાયમ ઇન્ડિયન પ્રીમિયર લીગ આઇપીએલની રાહ જોતા હોય છે અનિલ કપૂરે એમ પણ કહ્યું હતું કે મારી ફેવરિટ ટીમ મુંબઈ ઇન્ડિયન્સ છે.

Related image