Not Set/ અનુષ્કા શર્માની ફિલ્મ પરી હવે તમિલ રીમેક જોવામાં મળશે

મુંબઈ બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માની ચાલુ વર્ષે રીલીઝ થયેલ ફિલ્મ ‘પરી’ને દર્શકોએ પસંદ તો કરી હતી પરંતુ બોક્સ ઓફિસ પર આ ફિલ્મે કંઈ ખાસ કમાણી કરી શકી ન હતી. ફિલ્મ પરિમા અનુષ્કા શર્માની ભૂમિકાએ દર્શકોને આ ફિલ્મ જોવા મજબુર કર્યા હતા.આ ફિલ્મ બોક્સ ઓફિસમાં પર 28.36 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્યારે હવે એવા અહેવાલ સામે […]

Entertainment
pari cover અનુષ્કા શર્માની ફિલ્મ પરી હવે તમિલ રીમેક જોવામાં મળશે

મુંબઈ

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માની ચાલુ વર્ષે રીલીઝ થયેલ ફિલ્મ ‘પરી’ને દર્શકોએ પસંદ તો કરી હતી પરંતુ બોક્સ ઓફિસ પર આ ફિલ્મે કંઈ ખાસ કમાણી કરી શકી ન હતી. ફિલ્મ પરિમા અનુષ્કા શર્માની ભૂમિકાએ દર્શકોને આ ફિલ્મ જોવા મજબુર કર્યા હતા.આ ફિલ્મ બોક્સ ઓફિસમાં પર 28.36 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

Image result for pari movie

ત્યારે હવે એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે આ ફિલ્મની તમિલમાં રીમેક બની શકે છે. ફિલ્મ પરી બોક્સ ઓફિસ પર સફળ ન હતી રહી પરંતુ દર્શકોને તે ખૂબ પસંદ પડી હતી કારણ કે તે અન્ય હોરર ફિલ્મો કરતા ઘણી અલગ હતી.

Image result for pari movie

ફિલ્મમાં અનુષ્કાનો લૂક દર્શકોને ખૂબ જ પસંદ પડ્યો હતો. ત્યારે હવે આ ફિલ્મની પટકથા દક્ષિણના મેકર્સને પસંદ પડી હોવાથી તેઓ તેની તમિલ સિક્વલ બનાવવાની યોજના બનાવી રહ્યા છે.

Image result for pari movie

મહત્વનુ છે કે, હોરર ફિલ્મોને તમિલમાં ખૂબ પસંદ કરવામાં આવે છે જેથી હવે પરીની સિક્વલ બનાવવાની યોજના હાથ ધરાઈ છે.

Related image

તમને જણાવી દઈએ કે આ ફિલ્મને અનુષ્કા શર્માના પ્રોડક્શન હેઠળ બનાવવામાં આવી હતી.