મનોરંજન/ સ્પાઇડર મેન ફિલ્મે પહેલા જ દિવસે કરી બમ્પર કમાણી, દર્શકો કરી રહ્યા છે પસંદ

ચાહકોએ Spider-man No Way Home ફિલ્મને હાથ હાથો લીધી અને ગુરુવારે રિલીઝ થતા જ મોટી સંખ્યામાં દર્શકો તેને જોવા આવ્યા હતા. કોરોના મહામારી પછી આ પહેલી ફિલ્મ છે જેણે આટલી બમ્પર કમાણી કરી છે.

Entertainment
spider-man no way home

માર્વેલ સ્ટુડિયોની મોસ્ટ અવેટેડ ફિલ્મ Spider-man No Way Home આખરે ગુરુવારે (16 ડિસેમ્બર) રિલીઝ થવા ગઇ છે. ફિલ્મનું પ્રી-બૂકિંગ ત્રણ દિવસ પહેલા જ શરૂ થઈ ગયું હતું, જેને લોકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. હવે જો સમાચારોનું માનીએ તો ફિલ્મ રિલીઝનાં પહેલા દિવસે જ બમ્પર કમાણી કરી છે. આટલું જ નહીં, પહેલા વીકએન્ડ પર જ સ્પાઈડર મેન સૂર્યવંશીને આ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ તરીકે પાછળ છોડી દેશે.

આ પણ વાંચો – Bollywood / નજીકના સમયમાં જ આવી રહી છે પ્રતિક ગાંધીની આગામી બોલીવુડ ફિલ્મ, એક્ટ્રેસે શેર કરી સુંદર તસવીર

સ્પાઈડર મેન ફ્રેન્ચાઈઝીની ફિલ્મોને લઈને ચાહકોમાં ભારે ઉત્તેજના છે. ટોમ હોલેન્ડ સ્ટારર ‘Spider-man No Way Home’ સિનેમાઘરોમાં છવાઈ ગઈ છે. ચાહકોએ ફિલ્મને હાથ હાથો લીધી અને ગુરુવારે રિલીઝ થતા જ મોટી સંખ્યામાં દર્શકો તેને જોવા આવ્યા હતા. કોરોના મહામારી પછી આ પહેલી ફિલ્મ છે જેણે આટલી બમ્પર કમાણી કરી છે. એટલું જ નહીં, તેણે આ વર્ષની મોટી બોલિવૂડ ફિલ્મ ‘સૂર્યવંશી’ને પણ પાછળ છોડી દીધી છે. ફિલ્મે મુંબઈ, પંજાબ, પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં ઘણો સારો બિઝનેસ કર્યો છે. જોકે, નાના શહેરોમાં કલેક્શન સરેરાશ રહ્યું છે. ‘સ્પાઈડર મેન’ ભારતમાં 3264 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. આ પહેલી હોલિવૂડ ફિલ્મ છે જેને ભારતમાં આટલી બધી સ્ક્રીન્સ મળી છે. અગાઉ વર્ષ 2019 માં, ‘એવેન્જર્સ એન્ડગેમ’ રિલીઝ થઈ હતી. જે 2845 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી. વેબસાઈટ બોક્સ ઓફિસ ઈન્ડિયા અનુસાર, ‘સ્પાઈડર મેન’ને 60 થી 70 ટકા ઓપનિંગ મળી છે. થિયેટરોમાં ઘણા શોનું એડવાન્સ ફુલ બુકિંગ થઈ ગયું છે. ફિલ્મે પહેલા દિવસે 35 કરોડનું કલેક્શન કર્યું છે. આ પ્રારંભિક વલણ છે. સવાર સુધી દક્ષિણનું કલેકશન આવી શક્યું ન હોતું. બપોર સુધીમાં આ આંકડો વધુ વધી શકે છે. અનુમાન છે કે જે બાદ ફિલ્મ 40 કરોડને પાર કરી શકે છે. સોની પિક્ચર્સ એન્ટરટેઈનમેન્ટની ફિલ્મ ‘Spider-man No Way Home’ કુલ ચાર ભાષાઓ અંગ્રેજી, હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થઈ છે.

આ પણ વાંચો – Bollywood / આ સીરિયલમાં જોવા મળી ચૂકી છે મિસ યુનિવર્સ હરનાઝ સંધુ, જણાવી હતી પાસ્તા બનાવવાની રેસીપી

આ વર્ષે બોલિવૂડની મોટી રિલીઝની વાત કરીએ તો, તે અક્ષય કુમાર સ્ટારર ‘સૂર્યવંશી’ હતી. આ ફિલ્મ 4 હજારથી વધુ સ્ક્રીન્સમાં રિલીઝ થઈ હતી. ફિલ્મે પહેલા દિવસે 26 કરોડ અને રવિવારે 28 કરોડની કમાણી કરી હતી. અત્રે એ પણ નોંધનીય છે કે ‘સૂર્યવંશી’ દિવાળીની રજા પર રિલીઝ થઈ હતી, જેનો ફાયદો પણ ફિલ્મને થયો હતો.