Not Set/ અર્જુન કપૂર-પરિણીતી ચોપરા વડોદરાનાં ગરબા માણ્યા..,photos

વડોદરા  બોલિવૂડ સ્ટાર્સ અર્જુન કપૂર અને પરિણીતી ચોપરા વડોદરાનાં વીએનએફ ગરબા ગ્રાઉન્ડના વિખ્યાત ગરબા માણવા પહોંચ્યાં હતાં. બન્નેએ વડોદરામાં ગરબાની મજા માણી પોતાની આવનારી ફિલ્મ ‘નમસ્તે ઇંગ્લેન્ડ’નું પ્રમોશન કર્યું હતું. આપને જણાવી દઈએ કે એક્ટર અર્જુન કપૂર અને પરિણીતી ચોપરાની ફિલ્મ આગામી શુક્રવારે એટલે કે દશેરાના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું પ્રમોશન […]

Entertainment
t555555 અર્જુન કપૂર-પરિણીતી ચોપરા વડોદરાનાં ગરબા માણ્યા..,photos

વડોદરા 

બોલિવૂડ સ્ટાર્સ અર્જુન કપૂર અને પરિણીતી ચોપરા વડોદરાનાં વીએનએફ ગરબા ગ્રાઉન્ડના વિખ્યાત ગરબા માણવા પહોંચ્યાં હતાં. બન્નેએ વડોદરામાં ગરબાની મજા માણી પોતાની આવનારી ફિલ્મ ‘નમસ્તે ઇંગ્લેન્ડ’નું પ્રમોશન કર્યું હતું.

t5555 અર્જુન કપૂર-પરિણીતી ચોપરા વડોદરાનાં ગરબા માણ્યા..,photos
mantavyanews.com

આપને જણાવી દઈએ કે એક્ટર અર્જુન કપૂર અને પરિણીતી ચોપરાની ફિલ્મ આગામી શુક્રવારે એટલે કે દશેરાના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું પ્રમોશન માટે આ બંને સ્ટાર્સ વડોદરા આવ્યા હતા. આ બંનેએ વડોદરાના પ્રખ્યાત નવરાત્રી પર્વની મજા માણી હતી.

t5 1 અર્જુન કપૂર-પરિણીતી ચોપરા વડોદરાનાં ગરબા માણ્યા..,photos
mantavyanews.com

અર્જુન કપૂર અને પરિણીતી ચોપરાએ જણાવ્યું હતું કે તેમને વડોદરામાં આવી છે ખુબ જ સારું લાગી રહ્યું છે સાથે સાથે એ પણ કહ્યું કે અમે જેટલા વિચાર્યા હતા તેમના કરતા પણ વધારે લોકો જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં તેઓ બંનેએ ખેલૈયાઓ વચ્ચે જઇ પોતાનાં ફેન્સને સંબોધ્યા હતાં. વડોદરામાં એકસાથે હજારો લોકોને ગરબા રમતાં જોઇ અર્જુન કપૂર અને પરિણીતી ચોપરા ખૂબ પ્રભાવિત થયાં હતાં અને પોતાનાં ફેન્સનો આભાર માન્યો હતો.

t55 અર્જુન કપૂર-પરિણીતી ચોપરા વડોદરાનાં ગરબા માણ્યા..,photos
mantavyanews.com

ઉલ્લેખનીય છે કે બંને સ્ટાર્સને જોવાં માટે ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓએ પડાપડી કરી હતી. ફેન્સને કાબુ કરવાં સુરક્ષા જવાનોએ જહેમત કરવી પડી હતી. અગાઉ ‘ઈશ્કઝાદે’ ફિલ્મમાં ચમકી ચુકેલા અર્જુન અને પરિણીતીની જોડીની ‘નમસ્તે ઇંગ્લેન્ડ’ તેમની બીજી ફિલ્મ છે.

t555 અર્જુન કપૂર-પરિણીતી ચોપરા વડોદરાનાં ગરબા માણ્યા..,photos
mantavyanews.com
t55555 અર્જુન કપૂર-પરિણીતી ચોપરા વડોદરાનાં ગરબા માણ્યા..,photos
mantavyanews.com