Not Set/ અમદાવાદના સોલામાં સામાન્ય મામલે મોડી રાત્રે પાંચ રાઉન્ડ ફાયરિંગ

અમદાવાદ: અમદાવાદ શહેરનાં સોલા વિસ્તારમાં આવેલા દત્ત બંગ્લોઝમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની હતી. સામાન્ય બાબતમાંથી આ સમગ્ર મામલો વણસ્યો હતો અને એક વ્યક્તિએ પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હતી. નવરાત્રીનાં તહેવાર દરમિયાન અમદાવાદ શહેરનાં સોલા વિસ્તારમાં આવેલા દત્ત બંગ્લોઝમાં રહેતા રહેવાસીઓ દ્વારા નવરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવેલું છે. જેના […]

Ahmedabad Top Stories Gujarat Trending
Five round firing at late night in Sola at Ahmedabad

અમદાવાદ: અમદાવાદ શહેરનાં સોલા વિસ્તારમાં આવેલા દત્ત બંગ્લોઝમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની હતી. સામાન્ય બાબતમાંથી આ સમગ્ર મામલો વણસ્યો હતો અને એક વ્યક્તિએ પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હતી.

નવરાત્રીનાં તહેવાર દરમિયાન અમદાવાદ શહેરનાં સોલા વિસ્તારમાં આવેલા દત્ત બંગ્લોઝમાં રહેતા રહેવાસીઓ દ્વારા નવરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવેલું છે. જેના અંતર્ગત સોસાયટીના રહેવાસીઓ ગરબા રમતા હતા. આ દરમિયાન સામાન્ય બાબતમાં મામલો બિચકતા ફાયરિંગની ઘટના બની હતી અને જેના કારણે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં આવેલા દત્ત બંગલોઝમાં આશરે રાત્રે  12 વાગ્યાની આસપાસ સ્થાનિક રહીશો ગરબા રમી રહ્યા હતા. તે દરમિયાન એક યુવક સોસાયટીમાંથી પૂરઝડપે પોતાનું બાઈક હંકારીને નીકળ્યો હતો, જેથી સ્થાનિક રહીશો તેને સમજાવવા ગયા હતા કે, નવરાત્રી છે તો સોસાયટીમાં આટલી પૂરઝડપે વાહન ન ચલાવ નહીં તો સોસાયટીનાં કોઈ સભ્યને ઈજા થઈ જશે.

જો કે, આ પછી આ મામલો પૂરો થવાને બદલે વધુ વણસ્યો હતો અને બાઈકચાલક યુવક તેના પિતાની રિવોલ્વર લઈને ઘરની બહાર ધસી આવ્યો હતો અને ત્રણ રાઉન્ડ હવામાં અને બે રાઉન્ડ નીચે જમીન pa ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગની ઘટનામાં એક મહિલા અને એક યુવકને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પોલીસે ફાયરિંગ કરનાર યુવકની ધરપકડ કરી

આ અંગે પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર ઘટનાને લઈને તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ ફાયરિંગ કરનાર શખ્સનું નામ દોનાજી મારવાડી છે અને તે દત્ત બંગલોઝમાં છેલ્લા 10 વર્ષ કરતાં વધુ સમયથી રહે છે. આ મામલે પોલીસે ગુનો નોંધી ફાયરિંગ કરનાર મારવાડી યુવકની ધરપકડ કરી છે.