Not Set/ પાક. સિંગર આતિફ અસલમે કાશ્મીર મુદ્દે કર્યું ટ્વીટ, યુઝર્સ બોલ્યા રાજકારણમાં ન આવો

જમ્મુ-કાશ્મીરના વિશેષાધિકારનો દરજ્જો ભારત સરકારે પાછો ખેંચી લીધો છે. સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી દીધી છે. આર્ટિકલને હટાવ્યા બાદ, જ્યાં ભારતમાં ખુશીની લહેર છે, ત્યાં જ પાડોશી દેશ પાકિસ્તાનની સરકાર આ નિર્ણય પચાવી શકતી નથી.  ભારત સરકારના આ નિર્ણયથી, પાકિસ્તાનને મરચા લાગ્યા છે, અને તમામ પાકિસ્તાની સેલેબ્સ આર્ટિકલ 370 હટાવ્યા પછી ભારત વિરુદ્ધ લખી રહ્યા […]

Top Stories
aaaaaw 3 પાક. સિંગર આતિફ અસલમે કાશ્મીર મુદ્દે કર્યું ટ્વીટ, યુઝર્સ બોલ્યા રાજકારણમાં ન આવો

જમ્મુ-કાશ્મીરના વિશેષાધિકારનો દરજ્જો ભારત સરકારે પાછો ખેંચી લીધો છે. સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી દીધી છે. આર્ટિકલને હટાવ્યા બાદ, જ્યાં ભારતમાં ખુશીની લહેર છે, ત્યાં જ પાડોશી દેશ પાકિસ્તાનની સરકાર આ નિર્ણય પચાવી શકતી નથી.  ભારત સરકારના આ નિર્ણયથી, પાકિસ્તાનને મરચા લાગ્યા છે, અને તમામ પાકિસ્તાની સેલેબ્સ આર્ટિકલ 370 હટાવ્યા પછી ભારત વિરુદ્ધ લખી રહ્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવાના વિરોધમાં, પાકિસ્તાની ગાયક આતિફ અસલમે ટ્વીટ કરીને લખ્યું છે – જો કે, આ ભારતીય યુઝર્સને ગમ્યું નથી. આતિફે કાશ્મીર વિશે લખ્યું છે કે – “હું કડક શબ્દોમાં કાશ્મીરીઓ વિરુદ્ધ કરવામાં આવતી હિંસા અને અત્યાચારની નિંદા કરું છું.” અલ્લાહ કાશ્મીર અને દુનિયાભરના નિર્દોષ લોકોની જીવનમાં મદદ કરે. ”’

આતિફના આ ટ્વીટ બાદ લોકોએ તેની  ઘણી ટીકા કરી છે.  એક યુઝરે લખ્યું- “હું પહેલીવાર કાશ્મીરીઓ માટે કરેલા તમારા ટ્વીટથી અસંમત છું. મોદીએ કાશ્મીરીઓ માટે સર્વશ્રેષ્ઠ કર્યું છે. હું તમારો ચાહક છું. કૃપા કરીને રાજકારણમાં ન આવો.”

https://twitter.com/biswashim/status/1159257369404235776

 

બીજાએ લખ્યું – “હજ જતા પહેલા આવા રાજકીય નિવેદન આપવું દુખદ છે. વિચારો કે, હવે તમને લાંબા સમય સુધી હિન્દી ફિલ્મોમાં કામ કરવામાં તકલીફ પડશે. ચાહકોએ પણ આતિફને રાજકીય બાબતો પર ચૂપ રહેવાની સૂચના આપી રહ્યા છે.”

એક યુઝરે આતિફને કહ્યું કે,  તેણે પોતાના દેશને જોવો જોઈએ, બીજાના દેશો તરફ નજર ન કરી અને ચૌધરી ન બનવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે, આતિફ અસલમે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે. પરંતુ ઉરી હુમલા બાદથી પાકિસ્તાની કલાકારોને ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આતિફના ભારતમાં ઘણા ચાહકો છે. તેના અવાજમાં ગવાયેલા રોમેન્ટિક ગીતો એકદમ લોકપ્રિય છે. આતિફે સલમાન ખાન માટે ઘણા ગીતો ગાયા છે.