Not Set/ BIGG BOSS :  દિપક અને સોમી વચ્ચે શરૂ થયું ઇલુ ઇલુ

મુંબઇ, નાના પડદાનો સૌથી ચર્ચિત અને વિવાદાસ્પદ રિયાલિટી ટીવી શો ‘બીગ બોસ’ની  દરેક સિઝનમાં હંમેશા પ્રેમી જોડીઓ જોવા મળતી હોય છે.આ સીઝનમાં દીપક ઠાકુર અને સોમી ખાનના પ્યારના ફૂલો ખીલતા જોવા મળી રહ્યાં છે. છેલ્લા કેટલાક એપિસોડ્સથી દીપકનો સોમી પ્રત્યનો લગાવ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. જો કે ગુરુવારના એપિસોડમાં, દીપકે સ્પષ્ટ રીતે સ્વીકાર્યું છે કે તેમનો […]

Uncategorized
ala BIGG BOSS :  દિપક અને સોમી વચ્ચે શરૂ થયું ઇલુ ઇલુ

મુંબઇ,

નાના પડદાનો સૌથી ચર્ચિત અને વિવાદાસ્પદ રિયાલિટી ટીવી શો ‘બીગ બોસ’ની  દરેક સિઝનમાં હંમેશા પ્રેમી જોડીઓ જોવા મળતી હોય છે.આ સીઝનમાં દીપક ઠાકુર અને સોમી ખાનના પ્યારના ફૂલો ખીલતા જોવા મળી રહ્યાં છે. છેલ્લા કેટલાક એપિસોડ્સથી દીપકનો સોમી પ્રત્યનો લગાવ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. જો કે ગુરુવારના એપિસોડમાં, દીપકે સ્પષ્ટ રીતે સ્વીકાર્યું છે કે તેમનો પ્રેમ સાચો છે.

વાત એમ છે કે શો દરમિયાન  દિપક અને મેઘા એકબીજા સાથે વાત કરી રહ્યા હતા. તેઓ એ વિશે વાત કરી રહ્યા હતા કે ઈવ-ટીઝીંગનો મતલબ શું થાય છે. થોડીવાર પછી આ વાતચીત પૂર્ણ થઇ જાય છે અને સોમી, દીપક, જસલીન અને મેધા મળીને એક નવા મુદ્દા પર ચર્ચા કરવા લાગે છે. દીપક મેઘા કેપ્ટંસી ટાસ્ક માટે સપોર્ટ કરવા કહે છે. આ વાતચીત દરમિયાન દીપક મેઘાને કહે છે કે તે સોમીને પસંદ કરે છે.

કરણવીર આ સમય દરમિયાન કેપ્ટંસી ટાસ્કની જાહેરાત કરી દે છે.. તે જણાવે છે કે આ બાબતના કેપ્ટંસી ટાસ્કને બ્રેકિંગ ન્યુઝ કહેવાશે. એક ન્યુઝ એન્કર એક સનસની સમાચાર સાંભળશે. દિપક અને સુરભી ઘરના રિપોર્ટર હશે, જે સમાચાર એન્કર સુધી પહોંચવા માટે કામ કરશે. ઘરના બધા સભ્યો તેમના પ્રિય સ્પર્ધકોને મદદ કરવા માટે હકદાર રહેશે.