Not Set/ આ એક્ટ્રેસ ને નાઈટી માં જોવા માંગતા હતા ડાયરેક્ટર

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ સામાન્ય બાબત છે, પરંતુ કોઈ પણ આ મુદ્દે ખુલીને વાત કરવા નથી માંગતું. એવું માનવામાં આવે છે કે હિરોઈનની સફળતાનો માર્ગ અહીંથી પસાર થાય છે, જેના લીધે એક્ટ્રેસ આ મુદ્દા પર બોલવાથી બચે છે, તેમ છતાં હાલ એવું રહ્યું નથી. હવે એક પછી એક એક્ટ્રેસ કાસ્ટિંગ કાઉચ માટે તેમનો અવાજ ઉઠાવી […]

Entertainment
Mahi Gill આ એક્ટ્રેસ ને નાઈટી માં જોવા માંગતા હતા ડાયરેક્ટર

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ સામાન્ય બાબત છે, પરંતુ કોઈ પણ આ મુદ્દે ખુલીને વાત કરવા નથી માંગતું. એવું માનવામાં આવે છે કે હિરોઈનની સફળતાનો માર્ગ અહીંથી પસાર થાય છે, જેના લીધે એક્ટ્રેસ આ મુદ્દા પર બોલવાથી બચે છે, તેમ છતાં હાલ એવું રહ્યું નથી. હવે એક પછી એક એક્ટ્રેસ કાસ્ટિંગ કાઉચ માટે તેમનો અવાજ ઉઠાવી રહી છે. એટલું જ નહીં હમણાંજ કેટલાક દિવસ પહેલાં જ કાસ્ટિંગ કાઉચ ને લઈને મીડિયાની હાજરીમાં તેલુગુ ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સ ની બહાર કપડાં ઉતારી પ્રદર્શન તેલુગુ એક્ટ્રેસ શ્રી રેડ્ડીએ એક પછી એક ખુલાસા કર્યા હતા. ત્યારબાદ રાધિકા આપ્ટે અને એક્ટ્રેસ સંધ્યા નાયડુએ પણ કાસ્ટિંગ કાઉચ વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.

હવે વધુ એક એક્ટ્રેસે કાસ્ટિંગ કાઉચ વિશે વાત કરતાં એક્ટ્રેસ માહી ગિલે ૧૧ વર્ષ પછી તેના જીવન સાથે  જોડાયેલ રાજ પરથી પડદો ઉઠાવ્યો હતો, જે જાણીને તમે હેરાન રહી જશો. માહી ગિલે કહ્યું કે, હું પણ કાસ્ટિંગ કાઉચ નો ભોગ બની ચુકી છું. હાલ મને એ ડાયરેક્ટરનું નામ યાદ નથી. કારકિર્દીની શરૂઆતમાં હું ડાયરેક્ટર ને મળવા સુટ પહેરીને ગઈ હતી. ત્યારે ડાયરેક્ટરે કહ્યું હતું કે, આ રીતે સુટ પહેરીને આવીશ તો ફિલ્મમાં કોઈ કામ નહી આપે. ત્યારે એક ડાયરેક્ટરે મને કહ્યું હતુ કે, હું જોવા માંગું છું. નાઈટીમાં તુ કેવી લાગે છે?

માહીએ કહ્યું, એ ટાઈમ મારા કેરિયરની શરૂઆત હતી. ડાયરેક્ટર આ વાત સાંભળી હું ખુબજ વ્યથિત થઇ ગઈ હતી. અહીં એક સમય એવો આવી ગયો હતો કે હું એ વાત વિશે વિચારવા મજબુર બની ગઈ હતી કે શું સાચેજ સુટ પહેરવાથી રોલ નથી મળતો અને મારી પાસે કોઈ કામ નથી? આ પછી ઘણા લોકોએ અનેક પ્રકારની સલાહ પણ આપી હતી.

માહી ગિલે કહ્યું હતું કે, આ વસ્તુઓએ મને અસર કરી હતી. લોકોને તેમની ઓફિસમાં મળવા સુધીનું પણ બંધ કરી દીધું હતું. કોઈને મળવા માટે પણ મારા મિત્રને સાથે લઈને જતી હતી. આપને જણાવી દઈએ કે, માહી ગિલ ટૂંક સમયમાં ‘સાહેબ બીવી ઓર ગેંગસ્ટર 3’ માં ટૂંક સમયમાં જોવા મળશે. આ ફિલ્મ ૨૭ જુલાઈ ના રોજ રીલીઝ થશે. આ મુવીમાં માહી સિવાય સંજય દત, જિમી શેરગીલ અને ચિત્રાંગદા સિંહ લીડ રોલમાં છે. માહી ગિલે વર્ષ ૨૦૦૭ માં ‘ખોયા ખોયા ચાંદ’ ફિલ્મથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ તેને ઓળખ ‘દેવ ડી’ ફિલ્મમાં પારોના પાત્રથી મળી.