Not Set/ #MeToo ના લપેટમાં હવે ફસાયો નવાઝુદ્દીન, ભૂતપૂર્વ મિસ ઈન્ડિયાએ મૂક્યા આરોપ

મુંબઇ : #MeToo ના લપેટમાં બોલિવૂડમાં વધુ એક એક્ટર આવ્યો છે અને તેની પર યૌનશોષણનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ એક્ટર છે નવાઝુદ્દીન સિદ્દીકી. તેની ઉપર એક્ટ્રેસ અને પૂર્વ મોડેલ રહી ચૂકેલી નિહારિકા સિંહ દ્વારા આ આરોપ મૂકવામાં આવ્યો છે. તેણીએ આ વાતને એક જર્નાલિસ્ટ સાથે શેર કરી હતી, જેણે ટ્વીટ કરીને આ વાત સોશિયલ […]

Uncategorized
#MeToo Allegation on Nawazuddin Siddiqui by Former Miss India Model Actress Niharika Singh

મુંબઇ : #MeToo ના લપેટમાં બોલિવૂડમાં વધુ એક એક્ટર આવ્યો છે અને તેની પર યૌનશોષણનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ એક્ટર છે નવાઝુદ્દીન સિદ્દીકી. તેની ઉપર એક્ટ્રેસ અને પૂર્વ મોડેલ રહી ચૂકેલી નિહારિકા સિંહ દ્વારા આ આરોપ મૂકવામાં આવ્યો છે. તેણીએ આ વાતને એક જર્નાલિસ્ટ સાથે શેર કરી હતી, જેણે ટ્વીટ કરીને આ વાત સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

#MeToo અંગે નિહારિકા સિંહે વધુમાં જણાવ્યું હતું કે, તે ઈન્ડસ્ટ્રીમાં સ્ટ્રગલ કરી રહી હતી, તે દરમિયાન તેનું યૌનશોષણ કરવામાં આવ્યું હતું. નિહારિકાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે, બોલિવૂડમાં સ્ટ્રગલ દરમિયાન સાજિદ ખાન અને ભૂષણ કુમારે ફિલ્મ ઓફર કરવાના બદલામાં ખોટી ડિમાન્ડ કરી હતી. આ સાથે જ નિહારિકા સિંહે મયંક સિંહ સિંઘવી સાથે પોતાની સગાઈ તૂટવાની સ્ટોરી પણ શેર કરી હતી.

ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા રહી ચૂકેલી નિહારિકા સિંહે પોતાની લાંબી પોસ્ટમાં બોલિવૂડ એકટર નવાઝુદ્દીન સિદ્દીકી, સાજિદ ખાન અને ભૂષણ કુમાર પર આરોપ લગાવ્યા છે. નવાઝુદ્દીન અંગે નિહારિકાએ જણાવ્યું છે કે, “નવાઝ આખી રાત શૂટ કરી રહ્યો હતો. સવારે તેણે મને મેસેજ કર્યો હતો કે, તે મારા ઘર પાસે જ છે તો મેં તેને નાસ્તા માટે ઈન્વાઈટ કર્યો હતો. મેં ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે તેણે મને જબરદસ્તીથી બાહુપાશમાં ઝકડી લીધી હતી. મેં તેને હટાવવાની કોશિશ કરી હતી, પરંતુ થોડી જબરદસ્તી પછી મેં કોશિશ છોડી દીધી હતી. હું તેની સાથે રિલેશનશીપમાં નહોતી રહેવા માંગતી, પણ તેણે મને કહ્યું હતું કે, તેનુ સપનું છે કે તેની પત્ની પણ પરેશ રાવલ કે મનોજ બાજપેયીની પત્નીની જેમ એક્ટ્રેસ કે મિસ ઈન્ડિયા હોય. મને નવાઝની આ વાત થોડી ફની પણ સારી લાગી હતી.”

નિહારિકાએ પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “મને થોડા મહિના પછી ખબર પડી કે નવાઝુદ્દીનનું બીજી ઘણી મહિલાઓ સાથે અફેર છે. હલદાનીમાં તેણે એક સ્ત્રી સાથે લગ્ન પણ કરી લીધા છે. નવાઝુદ્દીન પર દહેજ માંગવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. એક વાર તો એક સ્ત્રીએ મને ફોન કર્યો હતો અને મારા પર બૂમબરાડા પણ કર્યા હતા. ત્યાર બાદ મેં નવાઝુદ્દીન સાથે પોતાની રિલેશનશીપનો અંત આણી દેવાનું નક્કી કર્યું હતું.”