Not Set/ ગુજરાતમાં પ્રથમ વખત બોલિવૂડ ફિલ્મ ‘મિત્રો’ નું યોજાશે ભવ્ય પ્રિમિયર  

અમદાવાદ: જેકી ભગનાની અને ક્રિતિક કામરા અભિનિત ફિલ્મ ‘મિત્રો’ નું પ્રિમિયર મુંબઈ બહાર ગુજરાતના અમદાવાદમાં કરવામાં આવનાર છે. જે સંભવતઃ બોલિવૂડના ઇતિહાસમાં પ્રથમ ઘટના હશે કે કોઈ ફિલ્મનું પ્રિમિયર ગુજરાતમાં કરવામાં આવી રહ્યું છે. જેકી ભગનાની અને ક્રિતિક કમરા અભિનિત ફિલ્મ “મિત્રો” હવે તેના પ્રકાશનથી થોડા જ દિવસ દૂર છે. આ ફિલ્મના ટ્રેલર અને ગીતોને અત્યાર […]

Ahmedabad Gujarat Entertainment
The first premiere of Bollywood film 'Mitro' will be held in Gujarat

અમદાવાદ: જેકી ભગનાની અને ક્રિતિક કામરા અભિનિત ફિલ્મ ‘મિત્રો’ નું પ્રિમિયર મુંબઈ બહાર ગુજરાતના અમદાવાદમાં કરવામાં આવનાર છે. જે સંભવતઃ બોલિવૂડના ઇતિહાસમાં પ્રથમ ઘટના હશે કે કોઈ ફિલ્મનું પ્રિમિયર ગુજરાતમાં કરવામાં આવી રહ્યું છે.

જેકી ભગનાની અને ક્રિતિક કમરા અભિનિત ફિલ્મ “મિત્રો” હવે તેના પ્રકાશનથી થોડા જ દિવસ દૂર છે. આ ફિલ્મના ટ્રેલર અને ગીતોને અત્યાર સુધી પ્રેક્ષકો દ્વારા ખૂબ પ્રેમ મળ્યો છે, તેથી હવે સૌ પ્રેક્ષકો આ ફિલ્મના રિલીઝની રાહ જોઈ રહ્યા છે.

The first premiere of Bollywood film 'Mitro' will be held in Gujarat
mantavyanews.com

જેકી ભગનાની અને ક્રિતિકા કામરાની અપકમિંગ ફિલ્મ ‘મિત્રો’માં તમને ગુજરાતી છાંટ જોવા મળશે. ફિલ્મનું કેટલુંક શૂટિંગ અમદાવાદમાં થયુ છે, અને આ જ કારણસર ફિલ્મના નિર્માતાઓએ “મિત્રો”ના પ્રિમિયર માટે અમદાવાદ શહેરને પસંદ કર્યું છે.

મોટાભાગે બૉલિવૂડની દરેક ફિલ્મનું પ્રિમિયર મુંબઈમાં યોજાય છે, પરંતુ પહેલી વખત એવું બનશે કે બૉલિવૂડની ફિલ્મનું પ્રિમિયર ગુજરાતમાં યોજાશે.

The first premiere of Bollywood film 'Mitro' will be held in Gujarat
mantavyanews.com

ફિલ્મ ‘મિત્રો’ના પ્રોડક્શન ગ્રૂપ દ્વારા આ ફિલ્મનું ભવ્ય પ્રિમિયર આગામી ગુરૂવારે અમદાવાદમાં યોજવામાં આવનાર છે. જે બોલિવૂડના ઇતિહાસમાં કદાચ પ્રથમ ઘટના છે કે, કોઈ બોલિવૂડની ફિલ્મનું પ્રિમિયર ગુજરાતના અમદાવાદમાં યોજવામાં આવી રહ્યું છે.

અભિનેતા જેકી ભગનાની સ્ટારર આ ફિલ્મમાં ભરપૂર ગુજરાતી ફ્લેવર જોવા મળશે. જેકી ભગનાની અને ક્રિતિકા કામરા અભિનીત આ ફિલ્મ ‘મિત્રો’ માં પ્રેમ, મિત્રતા અને હાસ્ય મજાક બધું એક જ સમયે જોવા મળશે.

The first premiere of Bollywood film 'Mitro' will be held in Gujarat
mantavyanews.com

ફિલ્મમાં જેકી ભગનાની, ક્રિતિકા કામરા, પ્રતિક ગાંધી ઉપરાંત શિવમ પારેખ, નીરજ સૂદ જેવા કલાકારોએ પોતાના અભિનયના ઓજસ પાથર્યા છે.

આ ફિલ્મનું ડિરેક્શન નિતિન કક્કરે કર્યુ છે આ પહેલાં તેમણે ‘ફિલ્મિસ્તાન’ ફિલ્મ બનાવી હતી. ‘મિત્રો’ ફિલ્મ આગામી તા. 14 સપ્ટેમ્બર 2018નાં રોજ રિલીઝ કરવામાં આવનાર છે.