Not Set/ બજેટ ભાષણ દરમિયાન ‘ઉરી’ની થઇ પ્રશંસા, સંસદમાં ગૂંજ્યું How’s the Josh

દિલ્હી, વિકી કૌશલ સ્ટારર ફિલ્મ ‘ઉરી’ દરેક જગ્યાએ છવાયેલી છે. એટલું જ નહીં, શુક્રવારે કેન્દ્રના પ્રધાન પીયષ ગોયલ પણ બજેટ ભાષણ દરમિયાન ફિલ્મની પ્રશંસા કરી. પીયુષ ગોયલના બજેટ ભાષણમાં જ્યારે ‘ઉરી’નો ઉલ્લેખ થયો. તો સંસદ ભવન ‘How’s the Josh’ના નારાથી ગુંજવાલાગ્યું. પીયુષ ગોયલે કહ્યું, ‘મનોરંજન જગતથી ઘણા લોકોને રોજગાર મળે છે અને આપણે બધા ફિલ્મો […]

Uncategorized
ppo 11 બજેટ ભાષણ દરમિયાન 'ઉરી'ની થઇ પ્રશંસા, સંસદમાં ગૂંજ્યું How's the Josh

દિલ્હી,

વિકી કૌશલ સ્ટારર ફિલ્મ ‘ઉરી’ દરેક જગ્યાએ છવાયેલી છે. એટલું જ નહીં, શુક્રવારે કેન્દ્રના પ્રધાન પીયષ ગોયલ પણ બજેટ ભાષણ દરમિયાન ફિલ્મની પ્રશંસા કરી. પીયુષ ગોયલના બજેટ ભાષણમાં જ્યારે ‘ઉરી’નો ઉલ્લેખ થયો. તો સંસદ ભવન ‘How’s the Josh’ના નારાથી ગુંજવાલાગ્યું. પીયુષ ગોયલે કહ્યું, ‘મનોરંજન જગતથી ઘણા લોકોને રોજગાર મળે છે અને આપણે બધા ફિલ્મો જોતા હોય છે.’ તેમણે કહ્યું હતું કે પાયરેસી પર રોક લગવા માટે સરકારે ઘણા પગલાં લીધા છે. ‘

આજના બજેટથી બોલિવૂડને આશા છે. તેમના બજેટમાં સ્પીચમાં પીયુષ ગોયલે ભારતીય ફિલ્મોના નિર્માતાઓને મોટી છૂટ આપી છે. તેઓએ કહ્યું કે શૂટિંગ માટે સિંગલ વિન્ડો ક્લિયરેંસ મળે છે જેમ કે વિદેશી ફિલ્મોને મળે છે. સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે 12 ટકા જીએસટી સરકારને ઘટાડવાની યોજનાનું પણ મન બનાવી એહી છે, પરંતુ આ નિર્ણય જીએસટી કાઉન્સિલ દ્વારા નક્કી કરવામાં આવશે.

‘ઉરી’ને લઈને પીયુષ ગોયલે કહ્યું કે,અમે ‘ઉરી’ જોઈ અને ખુબ જ મજા આવી. હોલની અંદર જે જોશ હતો તે જોવા જેવો હતો. આ દરમિયાન એક્ટર અને બીજેપી સાંસદ પરેશ રાવલને પણ સ્ક્રીન પર બતાવામાં આવ્યા. જેમણે ફિલ્મ ઉરીમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલની ભૂમિકા નિભાવી છે.

‘ઉરી’ના બોક્સ ઓફિસ કલેક્શન વિશે વાત કરવામાં આવે તો ફિલ્મે અત્યારે સુધી 167.48 કરોડની કમાણી કરી લીધી છે.