Not Set/ IPL 2020/ દેશમાં બુલેટ ટ્રેન આવશે પણ ધોની 4 નંબર પર નહી, મોદીજી હવે તમે જ કઇંક સમજાવો : સેહવાગ

પ્રીમિયર લીગમાં શુક્રવારે ચેન્નાઈ સુપર કિંગ્સને દિલ્હી કેપિટલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો આ સતત બીજો પરાજય છે. દિલ્હી કેપિટલ્સની ટીમે પહેલા 175 રનનો સ્કોર બનાવ્યો અને ત્યારબાદ સીએસકેની ટીમને 44 રનથી હરાવી. આ પહેલા રાજસ્થાન રોયલ્સની ટીમે પણ ધોનીની ટીમને 16 રને હરાવી હતી. બંને મેચમાં હાર બાદ […]

Uncategorized
9c27c827ce952f182ee03c2c7c990fe5 IPL 2020/ દેશમાં બુલેટ ટ્રેન આવશે પણ ધોની 4 નંબર પર નહી, મોદીજી હવે તમે જ કઇંક સમજાવો : સેહવાગ

પ્રીમિયર લીગમાં શુક્રવારે ચેન્નાઈ સુપર કિંગ્સને દિલ્હી કેપિટલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો આ સતત બીજો પરાજય છે. દિલ્હી કેપિટલ્સની ટીમે પહેલા 175 રનનો સ્કોર બનાવ્યો અને ત્યારબાદ સીએસકેની ટીમને 44 રનથી હરાવી. આ પહેલા રાજસ્થાન રોયલ્સની ટીમે પણ ધોનીની ટીમને 16 રને હરાવી હતી. બંને મેચમાં હાર બાદ ચેન્નાઈ સુપર કિંગ્સનાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની બેટિંગ પોઝિશનનો લઇને સતત સવાલો ઉભા થયા છે કે તે ચોથા નંબર પર બેટિંગ કરવા કેમ નથી આવતો.

આ હાર સાથે સીએસકેની ટીમ પોઇન્ટ ટેબલમાં પાંચમાં નંબરે પહોંચી ગઈ છે. ધોની રાજસ્થાન રોયલ્સ સામે 7 માં ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો, ત્યારબાદ તેને સોશિયલ મીડિયા પર ચોથા નંબર પર બેટિંગ કરવાની વિનંતી સલાહ આપવામાં આવી હતી. જો કે, દિલ્હી સામેની મેચ પહેલા ધોનીએ સ્પષ્ટ કરી દીધું હતું કે તે પોતાની ટીમની જરૂરિયાત પ્રમાણે પોતાનો ઓર્ડર નક્કી કરે છે.

વળી જ્યારે દિલ્હી સામે રનનો પીછો કરતી વખતે, ધોનીએ ફરીથી ચોથા નંબર પર બેટિંગ નહીં કરવાને લઇને સવાલો ઉભા કર્યા હતા. આ અંગે ભૂતપૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગે પણ ધોનીની વાત નહીં સાંભળવાની નારાજગી વ્યક્ત કરી છે. આ વિશે વાત કરતા સહેવાગે કહ્યું કે, ધોનીએ સંજોગો પ્રમાણે પોતાનો બેટિંગ ક્રમ બદલવો જોઈએ, પરંતુ તે આ સમયે અડગ થઇ ગયો છે. પોતાના વિશેષ શો પર વાત કરતા તેમણે કહ્યું કે, “ચેન્નાઈની ટીમ ફરી એક વખત દિલ્હી સામે મુશ્કેલીમાં મુકાઈ હતી, પરંતુ ધોની ફરી પણ આવ્યો ન હતો.” એવું લાગે છે કે બુલેટ ટ્રેન દેશમાં આવશે, પરંતુ ધોની ચોથા નંબર પર બેટિંગ કરવા આવશે નહીં, મોદીજી હવે તમારે આને કંઇક સમજાવવું પડશે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.