Not Set/ બોક્સ ઓફિસ કલેક્શન/ ‘છપાક’નો બિઝનેશ ઘટ્યો, ‘તાનાજી’ કરી રહી છે જબરદસ્ત કમાણી

અજય દેવગનની ફિલ્મ તાનાજી: ધ અનસંગ વોરિયર અને દીપિકા પાદુકોણની ફિલ્મ છપાક 10 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. બંને ફિલ્મો બોલિવૂડના મોટા સ્ટાર્સની છે. ટક્કરની અસર ફિલ્મોના બિઝનેશ પર પડી છે. જ્યાં એક બાજુ દીપિકા પાદુકોણની ફિલ્મ છપાકની કમાણી દિવસેને દિવસે ઘટી રહી છે ત્યારે અજય દેવગનની ફિલ્મ તાનાજીએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. ફિલ્મનો […]

Uncategorized
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 1 બોક્સ ઓફિસ કલેક્શન/ 'છપાક'નો બિઝનેશ ઘટ્યો, 'તાનાજી' કરી રહી છે જબરદસ્ત કમાણી

અજય દેવગનની ફિલ્મ તાનાજી: ધ અનસંગ વોરિયર અને દીપિકા પાદુકોણની ફિલ્મ છપાક 10 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. બંને ફિલ્મો બોલિવૂડના મોટા સ્ટાર્સની છે. ટક્કરની અસર ફિલ્મોના બિઝનેશ પર પડી છે. જ્યાં એક બાજુ દીપિકા પાદુકોણની ફિલ્મ છપાકની કમાણી દિવસેને દિવસે ઘટી રહી છે ત્યારે અજય દેવગનની ફિલ્મ તાનાજીએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. ફિલ્મનો સાતમો દિવસ બોક્સ ઓફિસનો કલેક્શન સામે આવ્યું છે. ચાલો આપને જણાવીએ કે કઇ ફિલ્મે કેટલું કલેક્શન કર્યું છે.

મહારાજા શિવાજીના સુબેદાર તાનાજી માલુસરે પર બનેલી ફિલ્મ તાનાજી: અનસંગ વોરિયર બોક્સ ઓફિસ પર જબરદસ્ત પકડ બનાવેલી છે. બોક્સ ઓફિસ ઇન્ડિયા અનુસાર, ફિલ્મે સાતમા દિવસે લગભગ 12 કરોડનો બિઝનેસ કર્યો છે. ફિલ્મની આજદિન સુધીમાં કુલ 107.68 કરોડ હતા. સાતમા દિવસે કલેક્શનને ઉમેરીને, કુલ ફિલ્મ લગભગ 119 કરોડની હશે.

Instagram will load in the frontend.

બીજી બાજુ દીપિકા પાદુકોણની ફિલ્મ છપાકની વાત કરીએ તો એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારીત આ ફિલ્મનો બિઝનેશ દિન પ્રતિદિન ઘટી રહ્યો છે, બોક્સ ઓફિસ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર છપાક ફિલ્મે સાતમા દિવસે લગભગ 1.50 નો બિઝનેસ કર્યો છે. ફિલ્મનું કુલ કલેક્શન આશરે 28 કરોડનું હશે.

Instagram will load in the frontend.

અજય દેવગનની ફિલ્મ ટૂંક સમયમાં 150 કરોડના ક્લબમાં સામેલ થઇ શકે છે, જ્યારે દીપિકાની ફિલ્મ છપાકને 50 કરોડની ક્લબમાં જોડાવાનું મુશ્કેલ થઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.