Not Set/ શું સ્વરા ભાસ્કરે ટ્રોલિંગના કારણે છોડ્યું ટ્વીટર? શું છે હકીકત જાણો અહીં…

મુંબઈ બોલિવૂડની અભિનેત્રી સ્વરા ભાસ્કરએ થોડા દિવસ માટે પોતાનું ટ્વિટર હેન્ડલને ડિએક્ટિવેટ  કરી દીધું હતું. આ સમય દરમિયાન તેમના ચાહકોના મનમાં પ્રશ્ન ઊભો થઇ રહ્યો હતો કે શા માટે તેમણે આવું કર્યું? છેવટે સ્વરાએ પ્રશ્નનો જવાબ આપ્યો અને કહ્યું કે આ સમય દરમિયાન તે ‘ડિજિટલ ડિટોક્સ’ (ઇન્ટરનેટની આદતથી મુક્તિ) પર કામ કરી રહી હતી. અનારકલી […]

Uncategorized
ql e1534746530225 શું સ્વરા ભાસ્કરે ટ્રોલિંગના કારણે છોડ્યું ટ્વીટર? શું છે હકીકત જાણો અહીં...

મુંબઈ

બોલિવૂડની અભિનેત્રી સ્વરા ભાસ્કરએ થોડા દિવસ માટે પોતાનું ટ્વિટર હેન્ડલને ડિએક્ટિવેટ  કરી દીધું હતું. આ સમય દરમિયાન તેમના ચાહકોના મનમાં પ્રશ્ન ઊભો થઇ રહ્યો હતો કે શા માટે તેમણે આવું કર્યું? છેવટે સ્વરાએ પ્રશ્નનો જવાબ આપ્યો અને કહ્યું કે આ સમય દરમિયાન તે ‘ડિજિટલ ડિટોક્સ’ (ઇન્ટરનેટની આદતથી મુક્તિ) પર કામ કરી રહી હતી.

અનારકલી ઓફ આર સ્ટારનું જયારે ટ્વિટર હેન્ડલને સર્ચ કરવામાં આવતું તો તેમનું વેરીફાઈડ એકાઉન્ટનું રિઝલ્ટ શો થઇ રહ્યું નહતું. જ્યારે પૂછવામાં આવતા, તેમણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે યુરોપમાં રજાઓ મનાવી રહ્યા છે અને જ્યારે તે ઘરે પરત આવશે. ત્યારે તે ટ્વિટર પર પરત આવશે. વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે, “મેં તેને ડિએક્ટિવેટ કરી દીધું હતું. આગામી સપ્તાહમાં હું ભારત આવીશ ત્યારે હું તેમાં પરત  આવીશ.

તેમણે જણાવ્યું હતું કે, “હું મારી રજાઓનો આનંદ લઈ શકતી નહતું અને હું હંમેશાં એ જ જોતી હતી કે ભારતમાં શું થઇ રહ્યું છે મને લાગ્યું કે હું ટ્વિટરની એડિક્ટ થઇ રહી છું.” સ્વરા ભાસ્કર, જે કેન્દ્ર સરકાર વિશે ખુલ્લેઆમ બોલતી હતી. તેના વિશે એવું માનવામાં આવતું હતું કે સતત ટ્રોલ કરવામાં આવતી હોવાથી તે ટ્વિટરથી દૂર ભાગી રહી છે. જો કે, સ્વરાએ આવીશે જણાવ્યું જવાબ સિવાય, જે બધી વસ્તુઓ કહેવામાં આવી છે તે ફક્ત સમજી શકાય તેવી અફવાઓ છે.