Not Set/ શાહરૂખ ખાન અને ગૌરી પડી શકે છે મુશ્કેલીમાં, EDએ જપ્ત કરી કરોડોની સંપત્તિ

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન અને અભિનેત્રી જૂહી ચાવલાનો પતિ જય મહેતા મુશ્કેલીમાં મુકાતા જોવા મળી રહ્યા છે. હકીકતમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ કોલકાતાની સેન્ટ ઝેવિયર્સ કોલેજ, કોલકાતા નાઈટ રાઇડર્સ સ્પોર્ટ્સ (કેઆરએસપીએલ) અને અન્ય પાસેથી 70 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. અને 17,520 કરોડ રૂપિયાના રોઝ વેલી ચિટ ફંડ કૌભાંડમાં સામેલ લોકોની […]

Uncategorized
Untitled 12 શાહરૂખ ખાન અને ગૌરી પડી શકે છે મુશ્કેલીમાં, EDએ જપ્ત કરી કરોડોની સંપત્તિ

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન અને અભિનેત્રી જૂહી ચાવલાનો પતિ જય મહેતા મુશ્કેલીમાં મુકાતા જોવા મળી રહ્યા છે. હકીકતમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ કોલકાતાની સેન્ટ ઝેવિયર્સ કોલેજ, કોલકાતા નાઈટ રાઇડર્સ સ્પોર્ટ્સ (કેઆરએસપીએલ) અને અન્ય પાસેથી 70 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. અને 17,520 કરોડ રૂપિયાના રોઝ વેલી ચિટ ફંડ કૌભાંડમાં સામેલ લોકોની તપાસ ચાલી રહી છે.

ઇડીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે વિવિધ કંપનીઓ અને વ્યક્તિઓની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે, જેણે રોઝ વેલી ગ્રુપ પાસેથી નાણાં મળતા હતા. મલ્ટીપલ રિસોર્ટ્સ, સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને કેઆરએસપીએલના રૂ. 16.2 કરોડના બેંક ખાતાઓને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે કોલકાતા નાઈટ રાઇડર્સના એક સૂત્રએ જાહેર કર્યું કે શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાન સાથે તેનો કોઈ સંબંધ નથી.

સૂત્રએ જણાવ્યું હતું કે ‘રોઝ વેલી’ સાથે જેના પણ કરાર થયા હતા તે ફક્ત પ્રાયોજક સોદો હતો, તેમાં વધુ કંઈ નથી. આપને જણાવી દઈએ કે, રોઝ વેલી ગ્રુપના કેસમાં ઇડી દ્વારા કબજે કરવામાં આવેલી સંપત્તિઓની કિંમત આશરે 4,750 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને નાઈટ રાઇડર્સ સ્પોર્ટ્સ (કેઆરએસપીએલ) રોઝ વેલી ગ્રુપના ખાતામાંથી પૈસા મેળવતા હતા. બેંક ખાતા ઉપરાંત ઇડીએ પશ્ચિમ બંગાળના પૂર્વ મેદનીપુર જિલ્લાના રામનગર અને મહિષદલ ખાતે 24 એકર જમીન, કોલકાતાના જ્યોતિ બાસુ નગર ખાતે એક એકર જમીન, મુંબઇના દિલકપ ચેમ્બરમાં એક ફ્લેટ અને રોઝ વેલી ગ્રુપની એક હોટલ જપ્ત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.