Not Set/ ઇમરાન હાશમીની ચિટ ઈન્ડિયાની રિલીઝ ડેટ બદલાઇ

મુંબઈ, જયારે જયારે બોક્સ ઓફિસ પર મોટી ફિલ્મોની ટક્કર એક જ દિવસે રિલીઝ થવાને કારણે થાય છે ત્યારે ત્યારે કોઈ ફિલ્મે તો પાછા હટવું પડે છે.ઈમરાન હાશમીએ પોતાની આગામી ફિલ્મ ચિટ ઈન્ડિયાની રિલીઝ ડેટમાં ફેરફાર કર્યો છે. પહેલા આ ફિલ્મ તા. 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થવાની હતી. જોકે, આ દિવસે કંગના રનૌતની નવી ફિલ્મ મણિકર્ણિકા પણ રિલીઝ […]

Uncategorized
ddo ઇમરાન હાશમીની ચિટ ઈન્ડિયાની રિલીઝ ડેટ બદલાઇ

મુંબઈ,

જયારે જયારે બોક્સ ઓફિસ પર મોટી ફિલ્મોની ટક્કર એક જ દિવસે રિલીઝ થવાને કારણે થાય છે ત્યારે ત્યારે કોઈ ફિલ્મે તો પાછા હટવું પડે છે.ઈમરાન હાશમીએ પોતાની આગામી ફિલ્મ ચિટ ઈન્ડિયાની રિલીઝ ડેટમાં ફેરફાર કર્યો છે. પહેલા આ ફિલ્મ તા. 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થવાની હતી.

Image result for Emraan Hashmi Cheat India release date changed

જોકે, આ દિવસે કંગના રનૌતની નવી ફિલ્મ મણિકર્ણિકા પણ રિલીઝ થઈ રહી છે. શિવસેના સ્થાપક અને નેતા બાલા ઠાકરેની બાયોપિક ફિલ્મને માહોલ બનાવવામાં આવી રહ્યો છે.આ ફિલ્મોની રીલિઝમાં ચિટ ઇન્ડિયા નો કચ્ચરઘાણના નીકળી જાય તે માટે તેની રિલીઝ ડેટ પાછી ખેંચાશે.

Related image

ઠાકરે પફિલ્મમાં નવાઝુદ્દિન સિદ્દકી લીડ રોલમાં છે. આ ફિલ્મ 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થવાની છે. જોકે, આ ફિલ્મે બીજી ફિલ્મો માટે થોડી મુશ્કેલીઓ ઊભી કરી દીધી છે. શિવસેનાના ચિત્રપટ સેનાના સચિવ બાલા લોકારેએ કહ્યું હતું કે,તા. 25 જાન્યુઆરીએ ઠાકરે સામે બીજી કોઈ ફિલ્મ રિલીઝ થવા નહીં દઈએ.

Image result for balasaheb thackeray movie

ચિટ ઈન્ડિયાના નિર્માતાઓએ પોતાની ફિલ્મની ડેટ બદલી નાંખી. આ ફિલ્મની નવી ડેટ 18 જાન્યુઆરી કરી દેવામાં આવી છે.ઠાકરે રિલીઝ થવાને લઈને જે રીતે એક પ્રેશર ઊભુ કરવામાં આવી રહ્યું છે તેમાં મણિકર્ણિકાની રિલીઝ ડેટ સામે પણ જોખમ છે. રાણી લક્ષ્મીબાઈના જીવન પર આધારિત આ ફિલ્મમાં કંગના રનૌત લીડ રોલમાં છે. આ ફિલ્મના નિર્માતાઓ પણ એવું નથી ઈચ્છા કે, ફિલ્મની રિલીઝ ડેટને લઈને કોઈ ફેરફાર કરવામાં નહીં આવે.