Not Set/ કાજોલે પ્રનૂતનને કહ્યું બેસ્ટ ઓફ લક, બંને વચ્ચે છે આ ખાસ કનેક્શન

મુંબઇ, વીતેલા જમાનાના જબરજસ્ત અભિનેત્રી નૂતનની પૌત્રી પ્રનૂતન સલમાન ખાન ફિલ્મ્સની અપકમિંગ ફિલ્મ ‘નોટબુક’ દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કરી રહ્યા છે. ત્યારે કાજોલે પોતાના ઈનસ્ટાગ્રામ હેન્ડલર પરથી નોટબુકનું પોસ્ટર લોન્ચ કરીને પ્રનૂતનને બેસ્ટ ઓફ લક વીશ કર્યું છે. કાજોલે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં પ્રનૂતનને ટેગ કરીને લખ્યું છે,’Best of luck to my sweet @pranutan . Genes are […]

Uncategorized
mat 5 કાજોલે પ્રનૂતનને કહ્યું બેસ્ટ ઓફ લક, બંને વચ્ચે છે આ ખાસ કનેક્શન

મુંબઇ,

વીતેલા જમાનાના જબરજસ્ત અભિનેત્રી નૂતનની પૌત્રી પ્રનૂતન સલમાન ખાન ફિલ્મ્સની અપકમિંગ ફિલ્મ ‘નોટબુક’ દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કરી રહ્યા છે. ત્યારે કાજોલે પોતાના ઈનસ્ટાગ્રામ હેન્ડલર પરથી નોટબુકનું પોસ્ટર લોન્ચ કરીને પ્રનૂતનને બેસ્ટ ઓફ લક વીશ કર્યું છે. કાજોલે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં પ્રનૂતનને ટેગ કરીને લખ્યું છે,’Best of luck to my sweet @pranutan . Genes are genes but the sweetness is all you !’

Instagram will load in the frontend.

ફિલ્મ નોટબુકમાં પ્રનૂતનની સાથે સાથે ઝહીર ઈકબાલ પણ ડેબ્યુ કરી રહ્યા છે. બંને એક્ટર્સને સલમાન ખાન પોતાના પ્રોડક્શન હાઉસ દ્વારા લોન્ચ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પ્રનૂતન દિગ્ગજ અભિનેત્રી નૂતનની પૌત્રી અને મોહનીશ બહલની પુત્રી છે.

પ્રનૂતનનું બોલીવુડ કનેક્શ માત્ર આટલું જ નથી, પરંતુ તે અભિનેત્રી કાજોલની ભત્રીજી પણ છે. એટલે જ કાજોલે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને પ્રનૂતનને બેસ્ટ ઓફ લક કહ્યું છે. કાજોલની મમ્મી તનુજા અને નૂતન બંને બહેનો છે, એટલે કાજોલ અને મોહનીશ બહલ પણ માસિયાઈ ભાઈ બહેન છે.

પ્રનૂતનની ફિલ્મ નોટબુક 29 માર્ચે રિલીઝ થઈ રહી છે, ત્યારે તનુજા અને કાજોલ બંને પોતાના પરિવારની વધુ એક વ્યક્તિની એન્ટ્રીને લઈ ઉત્સાહિત છે. તનુજા અને કાજોલે બોલીવુડમાં તેનું સ્વાગત કર્યું છે. તો પ્રનૂતન પણ પોતાની ડેબ્યુ ફિલ્મને લઈ ઉત્સાહિત છે.

નીતિન કક્કરે ફિલ્મ ‘નોટબુક’ને કાશ્મીરની સુંદર ઘાટીઓમાં શૂટ કરી છે, જેમાં ફિરદૌસ અને કબીરની પ્રામાણિક લવ સ્ટોરીની સાથે સાથે બાળ કલાકારોની ઈનોસન્સ પણ જોવા મળશે.