Not Set/ ફરહાન અખ્તરે ટ્વિટ કરીને ગુમ થયેલી મહિલા માટે માંગી મદદ

મુંબઈ બોલીવુડ ઍક્ટર્સ ટ્વિટર કે સોશિયલ મીડિયાનો ઉપયોગ પોતાની ફિલ્મો કે અંગત વાતો માટે જ નથી કરતા પરંતુ સામાન્ય લોકોની મદદ માટે પણ કરે છે. થોડા દિવસો પહેલા ‘હૃતિક રોશન’ એક છોકરીની માર્કશીટ ખોવાઈ જવા પર લોકો પાસે મદદની અપીલ કરી હતી અને હવે ‘ફરહાન અખ્તરે‘ પણ આવું જ કંઈ કર્યું છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ […]

Entertainment

મુંબઈ

બોલીવુડ ઍક્ટર્સ ટ્વિટર કે સોશિયલ મીડિયાનો ઉપયોગ પોતાની ફિલ્મો કે અંગત વાતો માટે જ નથી કરતા પરંતુ સામાન્ય લોકોની મદદ માટે પણ કરે છે. થોડા દિવસો પહેલા ‘હૃતિક રોશન’ એક છોકરીની માર્કશીટ ખોવાઈ જવા પર લોકો પાસે મદદની અપીલ કરી હતી અને હવે ‘ફરહાન અખ્તરે‘ પણ આવું જ કંઈ કર્યું છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા અભિનેતા ફરહાનને પોતાના ટ્વિટર પર એક જાહેરાત આપી હતી કે, કીર્તિ વ્યાસ નામની 29 વર્ષની મહિલા ખોવાય ગઈ હોવાની માહિતી આપી હતી.

તમને જણાવી દઈએ કે ‘ફરહાન’ને ટ્વિટર કર્યું છે તેમાં લખ્યું છે, કે કીર્તિ 16 માર્ચ ના દિવસે ઘરથી કોઈ કામ માટે નીકળી હતી પરંતુ તે દિવસથી ઘરે પાછી જ નથી આવી. તે ડાયબીટીઝ ટાઈપ-2ની બીમારીથી પીડાઈ છે. સાથે બીમારી માટે  તેને ડોક્ટર અને દવાની ખુબજ જરૂર પડી શકે છે. માટે તમે તેને શોધવામાં અમારી મદદ કરો.

ફરહાને કીર્તિનો ફોટો શેર કરી અને સાથે તેની ઉમર, લંબાઈ, ત્વચાનો રંગ અને વજન વિશે પણ જણાવ્યું છે અને સાથે તેના પરિવારના લોકોના ફોન નંબર પણ લખ્યા છે.