Not Set/ હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલની મુશ્કેલી વધી, જોધપુરમાં દાખલ થઇ FIR

જોધપુર, બોલિવૂડ ફિલ્મ મેકર કરણ જોહર આજકાલ તેના ટીવી શો ‘કોફી વિથ કરણ’ને લઈને ખૂબ જ ચર્ચામાં છવાયેલો છે. પરંતુ તાજેતરમાં આ શો વિશે ખૂબ વિવાદ થઇ ગયો હતો.કરણના આ શોની અંદર ગયા વર્ષે ડિસેમ્બરમાં ભારતીય ક્રિકેટ ટીમના ખિલાડીઓ હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલએ મહિલાઓને લઈને અશ્લીલ કોમેન્ટ કરી હતી. મહિલાઓ વિશે અભદ્ર ટીપ્પણી પછી BCCI એ હાર્દિક […]

Trending Sports Entertainment
jqq 11 હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલની મુશ્કેલી વધી, જોધપુરમાં દાખલ થઇ FIR

જોધપુર,

બોલિવૂડ ફિલ્મ મેકર કરણ જોહર આજકાલ તેના ટીવી શો ‘કોફી વિથ કરણ’ને લઈને ખૂબ જ ચર્ચામાં છવાયેલો છે. પરંતુ તાજેતરમાં આ શો વિશે ખૂબ વિવાદ થઇ ગયો હતો.કરણના આ શોની અંદર ગયા વર્ષે ડિસેમ્બરમાં ભારતીય ક્રિકેટ ટીમના ખિલાડીઓ હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલએ મહિલાઓને લઈને અશ્લીલ કોમેન્ટ કરી હતી.

મહિલાઓ વિશે અભદ્ર ટીપ્પણી પછી BCCI એ હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલના ક્રિકેટ પર પ્રતિબંધને મૂક્યો જે પછીથી હટાવી દેવામાં આવ્યો હતો.

હવે આ કેસને લઇને એક નવો વળાંક આવ્યો છે. રાજસ્થાનના જોધપુરમાં શો દરમિયાન મહિલાઓ પર અશ્લીલ ટિપ્પણીને લઈને હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ અને ફિલ્મ નિર્માતા કરણ જોહર સામે એફઆઈઆર કરવામાં આવી છે. જોધપુરમાં આ ત્રણેય વિરૂધ્ધ એફઆઈઆર દાખલ થયા પછી પોલીસ મામલાની તપાસમાં લાગી ગઈ છે.

સમાચાર એજન્સીનાં ટ્વીટ અનુસાર, હાર્દિક, કેએલ રાહુલ અને કરણ જોહર વિરુદ્ધ જોધપુરમાં આ પોલિસ કેસ નોંધવામાં આવ્યો છે.જોધપુરના લુની પોલિસ સ્ટેશનમાં ડીઆર મેઘવાલ નામની વ્યક્તિ દ્રારા આ પોલિસ ફરિયાદ કરવામાં આવી છે.

આ પોલિસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે કરણ જોહરનો શો ‘કૉફી વિથ કરણ’ દરમિયાન હાર્દિક અને કેએલ રાહુલે મહિલાઓ માટે એવી કમેન્ટ કરી હતી જેનાથી તેમનું સન્માન ઘવાય.આ ફરિયાદમાં કરણ જોહરને પણ આરોપી બનાવવામાં આવ્યો છે.