જાહેરાત/ પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ સામેની ODI અને T20 સિરીઝ માટે ટીમની કરી જાહેરાત

આ શ્રેણી માટે જાહેર કરાયેલી ટીમમાં લગભગ 5 મહિના પછી ડાબોડી ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીની ટીમમાં વાપસી જોવા મળી છે

Sports
9 2 પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ સામેની ODI અને T20 સિરીઝ માટે ટીમની કરી જાહેરાત

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે 4 એપ્રિલે ન્યૂઝીલેન્ડ સામેની આગામી હોમ વનડે અને T20 શ્રેણી માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. આ શ્રેણી માટે જાહેર કરાયેલી ટીમમાં લગભગ 5 મહિના પછી ડાબોડી ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીની ટીમમાં વાપસી જોવા મળી છે, જેણે વર્ષ 2022માં રમાયેલા T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ દરમિયાન ઘૂંટણમાં ઈજા પહોંચાડી હતી. શાહીન આફ્રિદીને ODI અને T20 બંને શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ગયા મહિને સમાપ્ત થયેલી પાકિસ્તાન સુપર લીગની 8મી સીઝનમાં, શાહીને લાહોર કલંદર્સની ટીમની કપ્તાની સંભાળી હતી અને તેની કપ્તાની હેઠળ સતત બીજી વખત ટાઇટલ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યાં શાહીને ટુર્નામેન્ટ દરમિયાન બેટ વડે 133 રન બનાવ્યા હતા, ત્યાં તેણે 12 મેચમાં 21.15ની એવરેજથી કુલ 19 વિકેટ ઝડપી હતી

જો બંને સીરીઝ માટે પાકિસ્તાની ટીમના અન્ય ખેલાડીઓની વાત કરીએ તો આ સીરીઝ દરમિયાન સુકાની બાબર આઝમ ટીમની કપ્તાની સંભાળશે, આ સિવાય ફખર ઝમાન, હરિસ રઉફ અને મોહમ્મદ રિઝવાનની પણ વાપસી જોવા મળી છે. ટીમને અફઘાનિસ્તાન સામેની T20 શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો હતો. પીએસએલની 8મી સિઝનમાં પોતાના પ્રદર્શનથી પ્રભાવિત કરનાર યુવા ખેલાડીઓ ઈશાનુલ્લાહ, સૈમ અયુબ અને જમાન ખાનને ન્યૂઝીલેન્ડ સામેની ટી20 શ્રેણી માટે ટીમમાં જગ્યા આપવામાં આવી છે. ઇશાનુલ્લાએ PSL સિઝનમાં કુલ 22 વિકેટ લીધી હતી, આ સિવાય તે અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ હતો.

T20I શ્રેણી માટેની ટીમઃ બાબર આઝમ (c), શાદાબ ખાન (vc), ફહીમ અશરફ, ફખર ઝમાન, હરિસ રઉફ, ઇફ્તિખાર અહેમદ, ઇશાનુલ્લાહ, ઇમાદ વસીમ, મોહમ્મદ હેરિસ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, નસીમ શાહ, સૈમ અયુબ, શાહીન આફ્રિદી, શાન મસૂદ, જમાન ખાન.

ODI શ્રેણી માટેની ટીમઃ બાબર આઝમ (c), શાદાબ ખાન (vc), અબ્દુલ્લા શફીક, ફખર ઝમાન, હરિસ રઉફ, હારીસ સોહેલ, ઈશાનુલ્લાહ, ઇમામ-ઉલ-હક, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ વસીમ જુનિયર, નસીમ શાહ , સલમાન અલી આગા, શાહીન આફ્રિદી, શાન મસૂદ, ઉસ્મા મીર.