Not Set/ બોલીવૂડ/ દુર્લભ ધાતુ વેચવાના બહાને ફિલ્મ નિર્માતા વિપુલ શાહનું 5 કરોડનું ચીટિંગ કર્યું ગઠિયાઓએ

જાણીતા ફિલ્મ નિર્માતા વિપુલ શાહ સાથે કેટલાંક ગઠિયાઓએ ચિટિંગ કર્યું છે.ઇરીડિયમ નામની ધાતુનો વેપાર કરવાના બહાને વિપુલ શાહ સાથે છેતરપીંડી કરવામાં આવી હતી.વિપુલ શાહ તેમના સહયોગી વિનીત સિંહે નાગપુરમાં ત્રણ લોકો વિરુદ્ધ પાંચ કરોડ રૂપિયાની છેતરપિંડી મામલે ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ વિપુલ શાહ અને તેમના સહયોગીને ઇરીડિયમ નામની ધાતુ શોધવાની અને વેપાર કરવાની લાલચ આપી […]

Uncategorized
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 8 બોલીવૂડ/ દુર્લભ ધાતુ વેચવાના બહાને ફિલ્મ નિર્માતા વિપુલ શાહનું 5 કરોડનું ચીટિંગ કર્યું ગઠિયાઓએ

જાણીતા ફિલ્મ નિર્માતા વિપુલ શાહ સાથે કેટલાંક ગઠિયાઓએ ચિટિંગ કર્યું છે.ઇરીડિયમ નામની ધાતુનો વેપાર કરવાના બહાને વિપુલ શાહ સાથે છેતરપીંડી કરવામાં આવી હતી.વિપુલ શાહ તેમના સહયોગી વિનીત સિંહે નાગપુરમાં ત્રણ લોકો વિરુદ્ધ પાંચ કરોડ રૂપિયાની છેતરપિંડી મામલે ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ વિપુલ શાહ અને તેમના સહયોગીને ઇરીડિયમ નામની ધાતુ શોધવાની અને વેપાર કરવાની લાલચ આપી હતી.

વિપુલ શાહે પોલીસને કરેલી  ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપીએ 2010માં અમારી સાથે મુલાકાત કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે હું તમારા પ્રોડક્શન હાઉસમાં 100 કરોડ રૂપિયાનું રોકાણ કરવા માગુ છું. હું એન્ટિક વસ્તુઓના વેપારમાં સામેલ છું. ઇરીડિયમ એક દુર્લભ ધાતુ છે. જે સુપરનેચરલ હોય છે. તેથી તેની ખૂબ જ માગ છે. સેનાઓને પણ આ ધાતુની જરૂર પડે છે.

નાગપુર પોલીસની આર્થિક અપરાધ શાખાએ શુક્રવારે એક આરોપી રાજ સિંહની ધરપક્ડ કરી છે જ્યારે અન્ય બે આરોપી ફરાર છે.  શાહે વધુમાં જણાવ્યું કે, મેં અને મારા સહયોગીએ આરોપીઓ સાથે દેશભરની યાત્રાઓ કરી. તેમની યાત્રાનો તમામ ખર્ચ મેં કર્યો. આ ઉપરાંત કથિત બિઝનેસના નામે મેં આરોપીઓના ખાતામાં કેટલીક રકમ પણ ટ્રાન્સફર કરી હતી. ત્યારે મને સમજાયુ નહીં કે આ લોકો માત્ર મને મૂર્ખ બનાવી રહ્યા છે. અમે તેમના પર કુલ પાંચ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.