Not Set/ સુપરસ્ટાર સલમાન ખાનને મારી નાખવાની યોજના બનાવી રહેલા ગેંગસ્ટરની કરાઈ ધરપકડ

હૈદરાબાદ હરિયાણાના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)ના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર સમ્પત નેહરાની બુધવારે પોલીસે હૈદરાબાદથી ધરપકડ કરી છે. પોલીસને પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, ગેંગસ્ટર, 28 વર્ષનો છે અને આ ગેંગસ્ટર બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનને મારી નાખવાની યોજના બનાવી રહ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, સમ્પત નેહરા સલમાનની પ્રવૃત્તિઓની દેખરેખ રાખી રહ્યો હતો. આ ગેંગસ્ટર સલમાનને મારી નાખવાની […]

Entertainment
હૈદરાબાદ
હરિયાણાના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)ના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર સમ્પત નેહરાની બુધવારે પોલીસે હૈદરાબાદથી ધરપકડ કરી છે. પોલીસને પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, ગેંગસ્ટર, 28 વર્ષનો છે અને આ ગેંગસ્ટર બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનને મારી નાખવાની યોજના બનાવી રહ્યો હતો.
संबंधित इमेज
પોલીસના જણાવ્યા અનુસાર, સમ્પત નેહરા સલમાનની પ્રવૃત્તિઓની દેખરેખ રાખી રહ્યો હતો. આ ગેંગસ્ટર સલમાનને મારી નાખવાની યોજના મુજબ મુંબઇ જઈને સલમાનના આવવાજવા પર નજર રાખતો હતો અને એને અભિનેતાના બોડીગાર્ડ વિશે પણ જાણ્યું હતું.
આપને જણાવી દઈએ કે, નેહરા લોરેન્સ બિશ્નોઈ ગેંગ માટે કામ કરે છે, જેણે આ વર્ષે જાન્યુઆરીમાં કાળા હરણ કેસમાં સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી.
લોરેન્સ વિશ્નોઈ ગેંગ એક ખતરનાક ગિરોહ છે. આ ગેંગ સોશિયલ મીડીયા પર ખૂબ જ સક્રિય છે, ખાસ કરીને ફેસબુક અને વૉટસઅપ પર ગેંગ મેમ્બર નેહરાના સંબંધમાં સાથી ફોજદારીની હત્યા, અપહરણ અને હત્યાના બે ડઝનથી વધુ કેસ નોંધવામાં આવ્યા છે.
નેહરાના આગામી લક્ષ્ય સલમાન ખાન હતા અને તેના કારણે, સલમાનના ઘરની રેકી કરી હતી. સલમાનની હત્યા કર્યા પછી નેહરા વિદેશમાં જવાનું આયોજન કર્યું હતું.
આ ગેંગને કાળા હરણના શિકાર માટે સલમાન સાથે ખૂબ જ ગુસ્સો હતો અને તેના કારણે આ ગેંગ સલમાનને મારવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરી રહ્યો હતો.
પોલીસ દ્વારા ગેંગસ્ટર નેહરાની શોધખોળ હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ચંદીગઢમાં પણ તપાસ કરી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે, ફરાર થયેલ નેહરાના માટે રોકડ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો હતો. ગેંગસ્ટર લોરેન્સ ગેંગના શાર્પ શૂટર નેહરા રાજસ્થાનના ચુરુ જિલ્લાના કાલૌરી ગામનો છે.