Not Set/ શાહિદ કપૂરના ઘરે આવી ખુશી, મીરાએ આપ્યો પુત્રને જન્મ…

મુંબઈ બોલિવુડ સ્ટાર શાહિદ કપૂર ફરી એકવાર પિતા બની ચુક્યા છે. તેમની પત્ની  મીરા રાજપૂતે 5 સપ્ટેમ્બર (બુધવારે) મુંબઈના હિન્દુજા હોસ્પિટલમાં એક પુત્રને જન્મ આપ્યો હતો. શાહિદ પહેલા એક પુત્રીના પિતા છે. જેનું નામ મીશા છે. મીરા રાજપૂતને બુધવારે હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવી હતી. જણાવીએ કે, મીરાએ પહેલા 26 ઓગસ્ટ 2016ના દિવસે પુત્રી મીશાને જન્મ […]

Trending Entertainment
cg e1536213672483 શાહિદ કપૂરના ઘરે આવી ખુશી, મીરાએ આપ્યો પુત્રને જન્મ...

મુંબઈ

બોલિવુડ સ્ટાર શાહિદ કપૂર ફરી એકવાર પિતા બની ચુક્યા છે. તેમની પત્ની  મીરા રાજપૂતે 5 સપ્ટેમ્બર (બુધવારે) મુંબઈના હિન્દુજા હોસ્પિટલમાં એક પુત્રને જન્મ આપ્યો હતો. શાહિદ પહેલા એક પુત્રીના પિતા છે. જેનું નામ મીશા છે.

મીરા રાજપૂતને બુધવારે હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવી હતી. જણાવીએ કે, મીરાએ પહેલા 26 ઓગસ્ટ 2016ના દિવસે પુત્રી મીશાને જન્મ આપ્યો આપ્યો હતો. શાહિદે 7 જુલાઈ 2015ના રોજ દિલ્હીમાં મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા હતા.

મળતી માહિતી અનુસાર મીરા રાજપૂત અને તેના પુત્ર બંને સ્વસ્થ્ય છે. મીરા અને શાહિદ તેમના બીજા બાળકને લઈને ખુબ જ ખુશ છે. મીરાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ હતું કે તેમના ઘરે પુત્ર આવે કે પુત્રી તેનાથી કોઈ જ ફર્ક પડતો નથી. મીરાએ તેની દીકરીનું  નામ તેના અને શાહિદ કપૂરના પહેલા અક્ષરને મિલાવીને રાખ્યું હતું.

Image result for shahid kapoor mira rajput