Not Set/ સિનેમામાં યોગદાન આપવા માટે ગોવિંદાને મળ્યું સમ્માન, મળ્યો આ એવોર્ડ

હિન્દી સિનેમાના દિગ્ગજ એક્ટર ગોવિંદાને હિન્દી સિનેમામાં યોગદાન આપવા બદલ સિનેમામાં શ્રેષ્ઠતા માટેનો ફિલ્મફેર એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે. સમારોહમાં ખુદ ગોવિંદાએ સન્માન લીધું હતું. ગોવિંદા હિન્દી સિનેમાના સદાબહાર અભિનેતા છે જે માત્ર શ્રેષ્ઠ પ્રદર્શન માટે જ નહીં પરંતુ ડાન્સ માટે પણ જાણીતા છે. તેઓ 12 વખત ફિલ્મફેર એવોર્ડ માટે નામાંકિત થયા છે અને ફિલ્મફેર […]

Uncategorized
Untitled 187 સિનેમામાં યોગદાન આપવા માટે ગોવિંદાને મળ્યું સમ્માન, મળ્યો આ એવોર્ડ

હિન્દી સિનેમાના દિગ્ગજ એક્ટર ગોવિંદાને હિન્દી સિનેમામાં યોગદાન આપવા બદલ સિનેમામાં શ્રેષ્ઠતા માટેનો ફિલ્મફેર એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે. સમારોહમાં ખુદ ગોવિંદાએ સન્માન લીધું હતું. ગોવિંદા હિન્દી સિનેમાના સદાબહાર અભિનેતા છે જે માત્ર શ્રેષ્ઠ પ્રદર્શન માટે જ નહીં પરંતુ ડાન્સ માટે પણ જાણીતા છે. તેઓ 12 વખત ફિલ્મફેર એવોર્ડ માટે નામાંકિત થયા છે અને ફિલ્મફેર વિશેષ એવોર્ડ, બેસ્ટ કોમેડિયન માટે ફિલ્મફેર એવોર્ડ જીતી ચુક્યા છે.

21 ડિસેમ્બર 1963 ના રોજ જન્મેલા ગોવિંદા છ ભાઈ-બહેનોમાં સૌથી નાના છે અને તેમને ચા ચી કહેવામાં આવે છે. ગોવિંદાની પહેલી નોકરી કમ્પોસ્ટની જાહેરાત હતી. ગોવિંદાએ 1986 માં ઈલ્ઝામથી તેમની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ, તે 165 થી વધુ ફિલ્મોમાં જોવા મળી ચુક્યા છે.

એક સમય હતો જ્યારે ગોવિંદાનો જલવો હતો. જૂન 1985 માં તેણે બીજી ફિલ્મ લવ 86 નું શૂટિંગ કર્યું અને જુલાઈ સુધીમાં તેની પાસે 40 ફિલ્મો ઓફર થઈ. તેની કારકિર્દીમાં ડબલ ભૂમિકા ઉપરાંત, ગોવિંદાએ ફિલ્મ હદ કર દી આપનેમાં છ ભૂમિકાઓ ભજવી હતી.

આપને જણાવી દઈએ કે આસામના ગુવાહાટીમાં ફિલ્મફેર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું.બોલિવૂડના તમામ સ્ટાર્સ આ ભવ્ય કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. ગોવિંદા પણ પરિવારની સાથે આ કાર્યક્રમનો એક ભાગ પહોંચ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.